ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર: હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, સાઈક્લોનિક સિસ્ટમ થઇ સક્રિય

ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં વરસાદ નહીવત જોવા મળ્યો છે,આટલું જ નહિ પરંતુ આ વર્ષે સારો એવો વરસાદ રહ્યો નથી,એવું કહેવામાં આવે છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં આશરે 36 ટકા જ વરસાદ રહ્યો છે,એટલે કે આજે પણ વરસાદની ઘટ રહી છે.આવી સ્થિતિ જોઇને એવું લાગી રહ્યું છે કે હાલમાં મેઘરાજા ઘણા રિસાયા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો વરસાદ નહીવત રહેવાથી ચારેબાજુની પરિસ્થિતિ વિકટ થતી જોવા મળી રહી છે.ખાસ કરીને રાજ્યના ખેડૂતો વધારે ચિંતામાં જોવા મળી રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ મારફતે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે.હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે રાજ્યમાં 18 થી 20 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે હાલમાં 48 ટકા વરસાદની ઘટ રહી છે,પરંતુ ફરી એકવાર ભારે વરસાદનું વાતાવરણ જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. છે.હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.જેના લીધે રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે.

જયારે મોટા શહેરની વાત કરવામાં આવે તો ત્યાં પણ આવતા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે.વધુમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી 18 થી 20 દક્ષિણ ગુજરાતમાં અતિભારે અવર્સાદ જોવા મળશે.ખાસ કરીને ભારે વરસાદને કારણે વલસાડ,નવસારી,સુરત જેવા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો વધારે સારો વરસાદ થઇ શકે તેવા કોઈ સંકેતો રહ્યા નથી.પરંતુ આવતા સમયમાં ચોક્કસ વરસાદ પડતો જોવા મળશે.જયારે ગત બે દીવની વાત કરવામાં આવે તો રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડતો જોવા મળ્યો હતો.જેમાં સુરત,નવસારી અને વલસાડમાં વરસાદ રહ્યો હતો.

ગત બે દિવસમાં વલસાડમાં એક ઇંચ,ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો.એટલે કે રાજ્યમાં ફરી વરસાદ આવતો જોવા મળી શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર 18 મી સુધીમાં લોપ્રેશન સિસ્ટમ સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે.જેના લીધે 19 મી બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળશે.પરંતુ કેટલાક વિસ્તારોમાં પડશે તે હાલમાં સ્પષ્ટ કહી શકાય તેમ નથી.

આ વર્ષે વરસાદ સામાન્ય રહ્યો છે,કારણ કે આ વર્ષે વરસાદ વારંવાર વિરામ લેતો થઇ ગયો છે.જેમ કે અચનાક વરસાદી માહોલ પછી વાદળો વિખેરાઇ જાય છે.હાલમાં તો ઘણા વિસ્તારોમાં વરસાદ નહિ પરંતુ ગરમી પડતી જોવા મળી રહી છે.પરંતુ ટૂંક સમયમાં લોકોની આતુરતાનો અંત આવે તેવું હવામાન વિભાગ મુજબ કહી શકાય છે.ઉભું થઇ રહેલું લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન રાજ્યમાં ફરી વરસાદ લાવશે.

વરસાદ સારો રહ્યો નથી જેના લીધે આજે ઘણા ડેમની જળ સપાટી સામાન્ય રહી છે.ડેમની સપાટી 325.60 ફૂટની આસપાસ સ્થિર થઇ ગઇ છે.હાલ વરસાદના આભાવે ડેમમાંથી ખેતી માટે પાણી છોડવામાં આવી રહ્યું છે,એટલે જેટલું પાણી આવી રહ્યું છે તેટલું પાણી છોડી દેવાઇ રહ્યું છે.તમને જણાવી દઈએ કે ત્યારે રાજ્યના 207 ડેમમાં 46.94 ટકા પાણીનો જથ્થો રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *