હવામાન વિભાગની મહત્વની આગાહી, મોન્સૂન રૂફ ઊંચો ચડવાથી આ વિસ્તારોમાં વરસાદની શકયતા

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ નું આગમન થઈ ગયું છે . તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત જણાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડારેક્ટર મનોરમા મોહંતિએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેથી ખેડૂતો ના ઉત્સાહ માં વધારો થયો છે .

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. તો 27 ઓગસ્ટે તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરા નગર હવેલી, અરવલ્લી, સાબરકાંઠા અને મહિસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ તથા દીવમાં વરસાદની સંભાવના છે. 25 ઓગસ્ટ દરમિયાન વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલી, કચ્છ, પોરબંદર, દ્વારકામાં વરસાદની સંભાવના છે.

નોંધનીય બાબત આ છે કે વલસાડ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ , જિલ્લાના ધરમપુર તાલુકામાં અને વલસાડમાં નોધાયો હતો. ધરમપુરમાં સાંજે જાણે આભ ફાટયું હોય તેમ4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાર કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તાર માં અને અનેક ઘરો માં પાણી ભરાઈ ગયા હતા. જેથી તે વિસ્તાર ના લોકો ની મુસાફરી માં મુશ્કેલી યો સર્જાય રહી હતી .

હિમાલયની તળેટીમાંથી રાજસ્થાનના ગંગાનગર સુધી નીચો ઉતરેલો મોનસુન રૂફ નોર્મલ પોઝીશનમાં આવ્યા બાદ ફરી થોડો ઉંચો ચડી ગયો છે. જેના કારણે આગામી ચાર દિવસ રાજયમાં સાર્વત્રિક કે ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી. લોકલ ફોર્મેશનના કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડશે. આગામી 27મી ઓગષ્ટ બાદ ચોમાસુ ફરી સક્રિય થશે. અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉદભવશે જેના કારણે રાજયમાં ફરી મેઘરાજા નું આગમન થશે અને ખેડૂતોમાં આનન્દ અને ઉલ્લા ઝઝૂમશે .

છેલ્લા 21 કલાક દરમિયાન રાજયનાં 29 તાલુકાઓમાં વારસાદ હળવા ઝાપટા પડયા હતા. તો ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે તળાજા, તાલાલા, સાવરકુંડલા, વંથલી, પોરબંદર, ગારીયાધાર, જૂનાગઢ, મેંદરડા અને રાણાવાવમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા. આગામી ચાર દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.આ ઉપરાંત હવામાન માં ફેરફાર જણાશે તો હવામાન વિભાગ દ્વારા માહિતી પુરી પાડવામાં આપવામાં આવશે

રાજ્ય માં છેલ્લા કેટલાક દિવસ થી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે . આ પરથી હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે અને મોન્સૂન રૂફ ઊંચો ચડવાથી રાજ્ય ના ક્યાં જિલ્લા માં કેટલા અંશે વરસાદ પડશે તે અંગેની જાણ લોકો ને કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *