ગ્રહોના નક્ષત્રોના પરિવર્તન ને કારણે આ રાશિના જાતકોની કુંડળીમાં બની રહ્યા છે સૌભાગ્ય યોગ, થશે ખુશીઓનો વરસાદ

મેષ : પોઝિટિવઃ- આ સમયે આર્થિક પક્ષ પહેલાં કરતા વધારે સક્ષમ અને સુદ્રણ સ્થિતિમાં રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળી શકે છે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતને પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે.

નેગેટિવઃ- થોડા લોકો તમારી આલોચના કે નિંદા કરી શકે છે, આવી નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. ખર્ચ વધારે રહી શકે છે જેથી બજેટ ખરાબ થઈ શકે છે. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજમાં કોઈ ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ સામે સાવધાન રહો

વૃષભ : પોઝિટિવઃ- આ સમયે ભાગ્ય ઉન્નતિના શુભ અવસર બની રહ્યા છે. જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું છે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. થોડા વિરોધી હાવી થશે પરંતુ તમારું ખરાબ કરી શકશે નહીં

નેગેટિવઃ- તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો અતિ જરૂરી છે. અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમે બનાવેલ યોજના ખરાબ થઈ શકે છે. જેના કારણે પારિવારિક સુખ-શાંતિ પણ પ્રભાવિત થઈ શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં વધારે મહેનત અને પરિશ્રમ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવારની કોઈ વાતને લઇને મતભેદ કે ગેરસમજની સ્થિતિ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને ડાયાબિટિઝ જેવી બીમારીઓ પરેશાન કરી શકે છે.

મિથુન : પોઝિટિવઃ- વિદ્યાર્થીઓની પ્રતિયોગી પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં આવી શકે છે, જરૂરિયાત માત્ર પહેલાંથી વધારે મહેનત કરવાની છે. કોઈ સંબંધી કે મિત્ર દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળશે જે તમારા માટે લાભદાયી રહી શકે છે.

નેગેટિવઃ- આર્થિક રીતે આજનો દિવસ ઉત્તમ નથી. તેમાં કોઈપણ પ્રકારના રોકાણ કે લેવડદેવડને લગતા કાર્યો ટાળો. સંતાનનો વ્યવહાર અને હરકત તમારી ચિંતાનું કારણ બની શકે છે. અજાણ્યા લોકોથી દૂર રહો.

વ્યવસાયઃ- વિષયમાં વિસ્તાર માટે કોઈ નવી યોજનાઓ ઉપર વિચાર થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથેના તાલમેલમાં થોડી ખામી અનુભવશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

કર્ક : પોઝિટિવઃ- બાળકોના અભ્યાસમાં કરિયરને લગતી સમસ્યાઓનુ કોઈ સમાધાન મળવાથી સુકૂન અને રાહત મળી શકે છે. વડીલોના આશીર્વાદ અને કૃપાથી ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે. તમે તમારી કોઈ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પણ કોશિશ કરતા રહેશો.

નેગેટિવઃ- ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. કેમ કે કોઈ તમને ભાવનાત્મક રૂપે બેવકૂફ બનાવી શકે છે. ખોટા કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ બની રહ્યા છે એટલે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- વેપારમાં વિસ્તારને લગતી જે યોજના છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી હતી તેને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં વિવાદનો ઉકેલ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાયુને લગતી તકલીફ રહી શકે છે.

સિંહ : પોઝિટિવઃ- જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું તે આજે ઓછી કોશિશમાં પૂર્ણ થવાની શક્યતા છે. કોઈ સંબંધીને લગતા સમાચાર સાંભળવા મળી શકે છે. ભાઈઓ સાથે ભાગલાને સંબંધિત વિવાદ એકબીજાની સહમતિ અને કોઈની દખલ દ્વારા સરળતાથી ઉકેલાઈ શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. સાથે જ ખોટા ખર્ચમાં કાપ મુકો. ગુસ્સો તથા ઉત્તેજના ઉપર જરૂર નિયંત્રણ કરો. નહીંતર કોઈ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કામકાજને સંપૂર્ણ ગંભીરતા અને સાદગી સાથે અંજામ આપો નહીંતર તમારો ઓર્ડર કેન્સલ થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

કન્યા : પોઝિટિવઃ- રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે. તમે તમારી બુદ્ધિમત્તા અને હોશિયારી સાથે મોટાભાગના કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થી પણ અહીં-ત્યાંની વાતો છોડીને અભ્યાસ ઉપર ફોકસ કરશે.

નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઈ ઉપર વિજય મેળવવો અતિ જરૂરી છે. કેમ કે તેના કારણે થોડા લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો

લવઃ- પરિવારમાં એકબીજા સાથે પ્રેમ જળવાયેલો રહી શકે છે.

તુલા : પોઝિટિવઃ- જો કોઈ ભવન નિર્માણને લગતું કામ અટવાયેલું છે તો તેના પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. સાથે જ કોઈ પ્રોપર્ટીને ખરીદવાને લગતી યોજના પણ બનશે. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તથા ઉન્નત વિચાર તમારા ઘર તથા વેપાર બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખશે.

નેગેટિવઃ- અન્ય મામલે દખલ ન કરો કેમ કે, અકારણ જ લોકો તમારા વિરૂદ્ધ થઈ જશે. વાંચ્યા વિના કોઈ કાગળ ઉપર સહી ન કરો. સાથે જ ગુસ્સો કરવાનું ટાળશો.

વ્યવસાયઃ- વેપારમાં વધારે મહેનત અને પરિશ્રમ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો

વૃશ્ચિક : પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. સંપૂર્ણ આત્મવિશ્વાસ અને પરાક્રમથી તમારા કામ પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બની શકે છે.

નેગેટિવઃ- સ્થિતિ મજબૂત કરવા માટે કોઈ અયોગ્ય કાર્યની મદદ ન લો, નહીંતર કોઈ પરેશાની ઊભી થઈ શકે છે. કોઈ વ્યક્તિ તમારી સાથે સારી વાતો કરીને તમારી કોઈ ગુપ્ત વાત કઢાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારને વધારવા માટે થોડી નવી શોધ અને યોજનાઓની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

સ્વાસ્થ્યઃ- હળવી સિઝનલ બીમારી રહી શકે છે.

ધનુ : પોઝિટિવઃ- પ્રોફેશનલ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને યોગ્ય સફળતા મળી શકે છે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ સ્વરૂપે એકાગ્ર રહીને કામ કરવામાં સફળ રહેશો. વાહન માટે દેવું લેવાની યોજના બનશે.

નેગેટિવઃ- કોઈની સાથે વાતચીત કરતી સમયે વધારે ધ્યાન રાખો, તમારી કોઈ નકારાત્મક વાતોથી સંબંધ વધારે ખરાબ થઈ શકે છે. મહિલા વિપરીત લિંગના વ્યક્તિઓ સાથે વાતચીત કરતી સમયે સાવધાની જાળવો

વ્યવસાયઃ- વેપારમાં આજે થોડી પરેશાનાઓ અનુભવ થઈ શકે છે.

લવઃ- પરિવારના લોકોમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ગરમીને લગતી કોઈ તકલીફ ઊભી થઈ શકે છે.

મકર : પોઝિટિવઃ- આજે ઉધાર આપેલ રૂપિયા પ્રાપ્ત કરવાનો યોગ્ય અવસર છે. એટલે કોશિશ કરતા રહો. બાળકોને લગતી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી વધારે રાહત અનુભવ કરી શકો છો. કોઈ નજીકના સંબંધી સાથે જૂના મતભેદ દૂર થઈને સંબંધ ફરી સુખમય બનશે.

નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કેમ કે તેમના દ્વારા સમાજમાં તમારા વિરૂદ્ધ થોડી ગેરસમજ ઊભી થવાની યોજના બની શકે છે. ક્યારેક ગુસ્સામાં તમે આક્રમક થઈ શકો છો.

વ્યવસાયઃ- વેપારને ફરી ઊભો કરવા માટે તમે કોશિશ કરી શકો છો.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં ઘરના બધા સભ્યોનો તમારા પ્રત્યે સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને અવસાદથી બચીને રહો.

કુંભ : પોઝિટિવઃ- કુંભ રાશિના લોકો કોઈપણ પરિસ્થિતિમાં સામાન્ય રહે છે. તમે તમારા કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમારી સફળતાને પ્રાપ્ત કરી લેશો. સંતાનના અભ્યાસને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થવાથી વિચલિત અને નિરાશ થઈ શકે છે. ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે. રૂપિયા-પૈસાની લેવડ-દેવડના મામલે કોઈના ઉપર વિશ્વાસ ન કરો. કોઈ સંબંધીને લગતા અપ્રિય સમાચાર પ્રાપ્ત થવાથી મન નિરાશ રહેશે

વ્યવસાયઃ- વેપારમાં તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર વધારે નજર રાખો.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- તણાવના કારણે થાક અને શારીરિક નબળાઈ અનુભવ થઈ શકે છે.

મીન : પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તમારી આર્થિક સ્થિતિ સુદૃઢ અને સશક્ત બનશે. આળસ છોડીને સંપૂર્ણ મનોયોગથી તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં સંલગ્ન રહેશો. યુવાઓ પોતાના કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર ચિત્ત રહેશે.

નેગેટિવઃ- કોઈ બેદરકારીના કારણે રૂપિયા બરબાદ થઈ શકે છે એટલે સાવધાન રહો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લો. કોર્ટને લગતા મામલાઓમાં આજે કોઈ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.

વ્યવસાયઃ- વેપારમાં તમારો કોઈ નવો પ્રયોગ અમલ કરવો લાભદાયક રહેશે.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *