જાણો ચોટીલા વાળા ચામુંડા માતાનો ઇતિહાસ, ચામુંડા નામ પાછળ છુપાયેલુ આ રહસ્ય ભાગ્યે જ કોઈ જાણતુ હશે

ભારતને મંદિરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશમાં ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે. આ દરેક મંદિરો સાથે કોઈને કોઈ રહસ્ય જોડાયેલું છે. દરેક મંદિરોમાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જાય છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી પડે છે. આવું જ એક ધામ ગુજરાતનું ચોટીલા છે જ્યાં માં ચામુંડા બિરાજે છે.

ગુજરાતના રાજકોટ નજીક ચોટીલામાં પર્વતના શિખરે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન માતા ચામુંડાને શક્તિના ચોસઠ અવતારોનો એક અવતાર માનવામાં આવે છે. ચોટીલા ધામમાં ડુંગર પર માટે બિરાજે છે. અહીં માતાના દર્શને જવા માટે 1137 જેટલા પગથિયાં ચડવા પડે છે.

ચોટીલા મંદિરે ભક્તો પૂરી શ્રદ્ધાથી માતાના દર્શન કરવા આવે છે અને માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ચોટીલા મંદિરનો ઇતિહાસ ખુબ જૂનો છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર હજારો વર્ષ પૂર્વે અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા ઋષિમુનિઓને હેરાન કરતા હતા.

આ સમયે ઋષિમુનિઓએ આદ્યાશક્તિ દેવીને આ મુશ્કેલીમાંથી બચાવવા માટે પ્રાર્થના કરી. માતા એ આ સમયે પરચો બતાવ્યો અને ચંડ અને મુંડનો વધ કર્યો.અહીં નિવાસ કરતા તમામ ઋષિ મુનિઓને આ મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા. બસ કહેવાય છે કે ત્યાંથી જ આ દેવીને ચંડી ચામુંડા તરીકે ઓળખવામાં આવે છે.

માતાના દર્શન કરવા જતા તમામ ભાવિ ભક્તોના દુખડા માં દૂર કરે છે. લોકો આટલા બધા પગથિયાં ચડીને માતાના દર્શને આવે છે છતાં પણ કોઈને પગ દુખતા નથી. દૂર દૂરથી લોકો અહીં માતાના દર્શનાર્થે આવે છે અને માતા બધાની મનોકામના પૂર્ણ કરે છે. માતા આજે પણ ભક્તોને સાક્ષાત પરચા પુરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *