અંબાલાલ પટેલની આગાહી સૌરાષ્ટ્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ, વાવેલા પાકોને નવજીવન, જાણો શું કહે છે આગાહી

 

રાજ્યમાં ચોમાસા પહેલા આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમીયાન વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે રાજ્યના છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબ સાગર માંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવન અને રાજ્ય પરથી પસાર થઈ રહેલા ટફને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી- ચોમાસાની શરૂઆત પહેલા વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારને કારણે આગામી બે દિવસ એટલે 48 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તને જૂનાગઢ સહિત રાજ્યના વલસાડ, વડોદરા, ડાંગ, મહીસાગર અને દાહોદના વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા છે. જો કે આ વરસાદ સાર્વત્રિક રીતે ન જોવા મળતા છુટો છવાયા વરસાદી ઝાપટા સ્વરૂપે હશે.

પરંતુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિએ જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના લોકોને ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતના સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આ કારણે થશે વરસાદ :
ઉત્તર પશ્વિમ રાજસ્થાનથી લઈને ઉત્તર પૂર્વ મધ્ય પ્રદેશ પરથી હાલ એક તફ પસાર થતો જોવા મળી રહ્યો છે. સાથોસાથ દરિયાઈ સપાટી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. જેથી ભેજયુક્ત પવનો દરિયા કાંઠા તરફ આવી રહ્યા છે. આ બન્ને કારણોના લીધે આગામી 48 કલાસ સુધી વરસાદ થવાની સંભાવના છે.

આવતી કાલે ભારતમાં ચોમાસુ પવનનું આગમન- આવતી કાલથી ભારતમાં ચોમાસુ પવનનું આગમન થશે. દક્ષિણ-પૂર્વ નેઋત્યના ચોમાસુ પવનનું આગમન સૌ પ્રથમ કેરળના દરિયા કાંઠાના વિસ્તારમાં થશે. જેને પગલે આગામી પાંચ દિવસ સુધી કેરળમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કેરળથી ધીમે ધીમે ચોમાસુ આગળ વધે છે અને લગભગ એક મહિના બાદ પૂર્વના રાજ્યોમાં પણ મેઘરાજાનું સંપૂર્ણપણે આગમન થઈ જાય છે. હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગના અનુમાન મુજબ 15 જૂન પછી ગુજરાતમાં નેઋત્યના ચોમાસુ પવનનું આગમન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *