ગુજરાત : 18 તારીખ સુધી ગુજરાત માં રેડ એલર્ટ ,પડશે અતિભારે વરસાદ જુઓ શું કરવામાં આવી આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે નોંધાયેલી અત્યંત ભારે વરસાદની પ્રવૃત્તિ ભારે વરસાદમાં ઘટાડો થવાની ધારણા છે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, તે બુધવારે ફરી ભારે વરસાદમાં તીવ્ર બની શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં સોમવારે રાજ્યમાં ચોમાસુ જોરદાર હોવાથી, વલસાડ, નવસારી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે જામનગર, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકોટ, જામનગર અને જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને મોરબી, વલસાડ, સુરત, ડાંગ, નવસારી, તાપી દમણ, દાદરા નગર હવેલી અને જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

મંગળવારે અમદાવાદ, આણંદ.“બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં, ”મંગળવારના હવામાન બુલેટિનમાં જણાવાયું છે.

આ 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જોકે પાંચમા દિવસે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની અપેક્ષા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના લો પ્રેશર સક્રિય થવાને લીધે રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને પગલે દરિયા કિનારાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપાઈ છે.

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ.સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી તળિયાઝાટક થવાની અણી પર રહેલા ડેમ ભાદરવામાં ભરપૂર મેઘથી છલકાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *