આ છે દ્વાપરયુગની પાંચ જગ્યાઓ, જ્યા ભગવાન કૃષ્ણએ વિતાવી હતી પોતાના જીવનની ખાસ પળો

પૌરાણિક ગ્રંથો અને કહાનીઓમાંથી આપણે ભગવાન કૃષ્ણ વિશે ઘણું જાણવા મળ્યું છે. જો કે તમે નટખટ ગોપાલ વિશે જેટલું વાંચો તેટલું ઓછું લાગે. એક કહાની જાણ્યા પછી તેમના વિશે વધુ જાણવાની ઉત્સુકતા વધી જાય છે. આ જ ક્રમમાં આગળ વધતા આજે આપણે વાત કરીશું દ્વાપરયુગના એવા સ્થળો વિશે જ્યાં ભગવાન કૃષ્ણએ પોતાના જીવનની ખાસ ક્ષણો વિતાવી હતી.

1- નંદરાય મંદિર: એવું માનવામાં આવે છે કે કંસના ડરથી વાસુદેવજી તેમના પુત્રને નંદરાય અને માતા યશોદા સાથે આ સ્થળે છોડી ગયા હતા. દ્વાપરયુગમાં નંદરાયજીનું આ નિવાસસ્થાન હતું. ભગવાન કૃષ્ણનું બાળપણ પણ આ જગ્યાએ વીત્યું હતું. જોકે હવે આ સ્થળે મંદિર બની ચૂક્યું છે.

2- શ્રી કૃષ્ણ જન્મભૂમિ: આપણે બધા જાણીએ છીએ કે મથુરા ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે. ભગવાન કૃષ્ણનો જન્મ કંસની આ જ જેલમાં થયો હતો. હવે અહીં કોઈ જેલ નથી, પરંતુ અંદરના દૃશ્ય બરાબર જેલ જેવા જ છે. ભગવાન કૃષ્ણએ આ સ્થળે પૃથ્વી પર પહેલું પગલું મૂક્યું હોવાનું મનાય છે.

3- દ્વારકાધીશ મંદિર: દ્વારકાધીશ મંદિર ગુજરાતમાં છે. મથુરા છોડ્યા બાદ કૃષ્ણજીએ ગુજરાતના દ્વારકાધીશમાં પોતાની દુનિયા સ્થાપી હતી. આ મંદિરને કૃષ્ણજીના મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના ધ્વજને જોતાં એવું લાગે છે કે તે આસમાનને અડી રહી હોય. જે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળતા પણ દર્શાવે છે.

4- જ્યોતિસર તીર્થ: મહાભારતની ભીષણ લડાઈ કુરુક્ષેત્રમાં થઈ હતી. કુરુક્ષેત્રમાં જ ભગવાને પીપળાના વૃક્ષ નીચે ગીતાનો ઉપદેશ પણ આપ્યો હતો. આજે આ જ જગ્યા જ્યોતિસર અને ગીતા ઉપદેશ તરીકે ઓળખાય છે. રસપ્રદ વાત એ છે કે આજે પણ અહીં પીપળાનું ઝાડ છે.

5- ભદ્રકાળી મંદિર: કુરુક્ષેત્ર ખાતેનું ભદ્રકાળી મંદિર એક શક્તિપીઠ છે. કહેવાય છે કે બલરામ અને શ્રીકૃષ્ણનું મુંડન આ જ સ્થળે કરવામાં આવ્યા હતા. મંદિરમાં ભગવાન કૃષ્ણના પગના નિશાન હજી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ભક્તો પણ આ પદ્દચિન્હોની પૂજા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *