3 થી 10 સપ્ટેમ્બર સુધી પડશે ભારે વરસાદ, સમાન્ય કરતા વધુ રહેશે વરસાદ નું જોર અહિયાં જાણો

રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ ચુક્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચોમાસુ ફરી જામ્યુ છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, ભરૂચ, વડોદરા અને સૌરાષ્ટ્રના જુનાગઢ અને ગીર સોમનાથમાં ગુરૂવારના રોજ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

તો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને કારણે ખેડૂતોના ઉભા પાકને નવું જીવન મળવાની પુરી સંભાવના છે. ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડેશે. વરસાદ થતાં ગુજરાતના ડેમોમાં નવા નીર આવશે જેથી પીવા લાયક પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે 1 વાગ્યા બાદ ચાર કલાકમાં સુરત શહેરમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદને કારણે સુરત શહેરના ઘણા બધા વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોએ ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. બપોરે એકાએક વરસાદ તૂટી પડતાં કામ કરવા માટે બહાર નીકળેલા ટુ વ્હીલર ચાલકોને બહાર જવામાં મુશ્કેલી પડી હતી.

આગાહીના 7 દિવસ પહેલા ગુજરાતના ઘણા વિસ્તારમાં અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં શનિવારે સાંજ સુધીમાં ચોમાસું ત્રાટકે તેવી શક્યતા છે. રાજ્યનાં પૂર્વ ભાગમાંથી ચોમાસું પ્રાંતમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડશે. રાજ્યમાં એક-બે સ્થળે ભારે વરસાદની સંભાવના છે. અહીં શુક્રવારે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદની સંભાવના જોતા NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં તથા મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

ગત રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો છે. વડોદરા અને અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો રાતભર ઝરમર વરસાદ અને કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહયા છે. તો વડોદરામાં પણ મંગળવારે મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી મારી હતી અને બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. હજૂ પાંચ દિવસ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું છે જેથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહેશે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,61,876 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના 206 જળાશયોમાં 3,10,492 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 55.70 ટકા છે. સારો વરસાદ થતાં જળાશયોની સ્થિતિ સુધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *