દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં હળવા વરસાદની સંભાવના, માવઠા સાથે વરસાદની વિદાય થશે

ગુજરાતમાં ચોમાસાની ઋતુ એટલે કે વરસાદની સીઝન હવે લગભગ પુર્ણ થવાની તૈયારીમાં છે. એવા સંકેત મળી રહ્યા છે કે, આગામી તા.13 તારીખ સુધીમાં ઝરમર અથવા તો ધીમો વરસાદ વરસે તેવી સંભાવના છે. પરંતુ 15 ઓકટોબર બાદ વરસાદ જિલ્લામાં એક વર્ષ માટે વિરામ લેશે એવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.

ગુજરાતભરમાં હાલમાં પણ ઠંડુ અને વાદળછાયુ વાતાવરણ જણાય રહ્યુ છે. આ વાતાવરણ જોતા એમ કહેવાય રહ્યુ છે કે, વરસાદની સીઝન પુર્ણ થતા પહેલા વરસાદ છેલ્લો ચમકારો બતાવે તેવી સંભાવના છે તેથી શ્રાાદ્ધના અંતિમ દિવસોમાં વરસાદના ઝાપટા પડે તેવી સંભાવના નકારી શકાતી નથી. અંતિમ દિવસોમાં વરસાદે આ વરસે પણ સતત 100 ટકા કરતા વધુ ટકાવારી નોંધાવી છે.

આ સપ્તાહના અંતે વરસાદની વિદાય ગણાશે. પરંતુ ત્યારપછી પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે. તા.11-12 ઓક્ટોબર આસપાસ સમુદ્રમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે. દરિયાકિનારે પવનનું જોર વધશે.

આ વખતે વરસાદની મોસમે વિવિધ સ્વરૂપ બતાવ્યુ હતુ. જેમ કે લાંબા ગાળા સુધી વરસાદે વિરામ લેવાથી જિલ્લામાં દુકાળની સંભાવનાના પગલે રહીશો તેમજ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.

ભાદરવો ભરપુર એ ઉકિત સાચી પડી હોય તેમ ભરૂચ જિલ્લામાં ભાદરવા માસમાં સારો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો એવુ ઈચ્છી રહ્યા હતા કે હવે વરસાદ વિરામ લેતો સારૂ. કારણકે ખેતરમા પાક તૈયાર પડયો હતો. જો પાછોતરા માવઠાં થશે તો કપાસમાં રૂ ની ગુણવત્તા બગડી જવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે કઠોળને વધુ ફાલ આવશે અને સવારના પહોરમાં ઠંડો પવન રહેશે. ત્યારબાદ ઝાકળ પડવાની શક્યતા રહેશે.

તા.15 સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તા.25 સુધીમાં ભારે ગરમી પડશે. તા.20-21 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. હવાના હળવા દબાણથી રાજ્યના ઉત્તર-પૂર્વીય કોઈ કોઈ ભાગોમાં, મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાં જેવા વરસાદની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *