ગુજરાતના આ શહેરોમાં હજુ ત્રણ દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે કહ્યું હજુ લંબાઈ શકે છે વરસાદ

રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં બુધવારે વરસાદ પડયો હતો. ત્યારબાદ હવે આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે છુટોછવાયો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે ગુરુવારે દક્ષિણ ગુજરાતના નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી,અમદાવાદ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 10 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 33 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં મોડી રાતથી મેઘમહેર યથાવત છે. નવસારી તેમજ વિજલપોરના માર્ગો પર પાણી ભરાયા છે. તો સુરત શહેર અને ગ્રામ્યમાં ફરી એકવાર મેઘમેહર થઈ છે.

મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કર્યું છે. સુરતના લસકાણા, કામરેજ, પલસાણા અને કડોદરા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. સુરત જિલ્લાના પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત-કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં પણ છેલ્લા 8 કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. લિંબાયત-ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. 23મી તારીખ સુધી વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. પરંતુ 24-25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. NDRF અને SDRFની ટીમો પણ એલર્ટ મોડ પર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *