ગુજરાત હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કયારથી બનશે ગાજવીજ સાથે વરસાદી માહોલ?, શું કહે છે અંબાલાલ

વરસાદ ખેંચાતા ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયાં છે, જ્યાં પિયતની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ છે. આથી વરસાદ અંગે જોઈએ તો આવું ઘણી વખત બને છે. હાલમાં ગરમી પડી રહી છે. 5 જુલાઈથી હવામાનમાં પલટો આવ્યો છે. છઠ્ઠી જુલાઈએ સૂર્ય પૂનવર્સુ નક્ષત્રમાં આવતા વરસાદના સંજોગો ઉજળા બનશે અને વરસાદ આવશે.

8 જુલાઈ સુધીમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્ય પ્રદેશ સુધી સક્રિય રહેશે અને 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સમી, હારીજ, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

વરસાદ પાસોતર પણ થાય. પાસોતર વરસાદથી રવિપાકો સારા થવાની શક્યતો રહે. 18 નવેમ્બર બાદ દરિયામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. જેથી આ વખતે ગુજરાતમાં ઠંડીની શરૂઆત વહેલી થવાની શક્યતાઓ છે. પાસોતર વરસાદ અંગે જોઈએ તો 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

13મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડશે, જે ઉભા કૃષિપાકોના દાણ ભરાવા માટે સારૂ રહેશે. સપ્ટેમ્બર માસનો વરસાદ અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં દાંતા વગેરે ભાગોમાં આવી શકે છે. બધે વરસાદ સરખો નહીં પડે.

ભારતીય ખગોળ શાસ્ત્રની અંદર નક્ષત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. નક્ષત્ર પરથી વરસાદની સ્થિતિની આગાહી કરવામાં ખૂબ મદદ મળે છે. અત્યાર સુધી આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું હતું. હવે પુનર્વસુ નક્ષત્ર બેસ્યું છે. ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આદ્રા બાદ હવે પુનર્વસુ નક્ષત્ર બેસ્યું છે. બે દિવસ પહેલા 5 જુલાઈના રોજ જેઠ વદ અગિયારસના રોજ પુનર્વસુ નક્ષત્ર બેસ્યું છે.

આ પુનર્વસુ નક્ષત્ર 19 જુલાઈ સુધી લાગુ રહેશે. આ નક્ષત્રની સ્થિતિ અને પવન પરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ નક્ષત્ર દરમિયાન ખૂબ જ સારો વરસાદ થશે. પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થતાં તેની પછીના નક્ષત્ર પુષ્પ નક્ષત્રમાં પણ સારો વરસાદ થશે. જેથી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદ થવાના એંધાણ છે.

પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે. પુનર્વસુ અને પુષ્પ નક્ષત્ર દરમિયાન સારા વરસાદના એંધાણ છે. જેથી આ મહિનામાં સાર્વત્રિક સારો વરસાદ થશે. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે પણ કહ્યુ છે કે, 12 જુલાઇ પછીથી ગુજરાતમાં ચોમાસુ પ્રબળ બનશે. જેથી હવામાન શાસ્ત્રીઓની નક્ષત્ર પરથી આગાહી અને હવામાન વિભાગની આગાહી બંને એક તરફી છે.

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે પુનર્વસુ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ જોવા મળશે. ઘણા સમય પહેલા પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે 13 જુલાઇ પછી ગુજરાતમાં ચોમાસુ પ્રબળ બનશે. હાલ હવામાન વિભાગે પણ કહ્યું છે કે 12 જુલાઈ પછી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. આમ અંબાલાલ પટેલે ઘણા સમય પહેલા કરેલી આગાહી અને હવામાન વિભાગે અત્યારે કરેલી આગાહી સમાન છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાનું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર ભીમ અગિયારસના રોજ શરૂ થયું હતુ. જે વરસાદ માટેના શુભ સંકેત ગણાય છે. આદ્રા નક્ષત્ર દરમિયાન રાજ્યના અમુક વિસ્તાર પૂરતો જ છુટોછવાયો વરસાદ થયો હતો. ત્યારે હવે હવામાન શાસ્ત્રીઓ અને ખગોળ શાસ્ત્રીઓનું અનુમાન છે કે પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *