હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આપી અગત્યની આગાહી, આ વિસ્તારોમા ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ

હવામાન વિભાગના ડારેક્ટર મનોરમા મોહંતીએ આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર થતાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનું આગમન થયું છે. ઉપરાંત હવામાન વિભાગના ડારેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 3 દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે. જો કે અમદાવાદ શહેરમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી સારો વરસાદ થવાની સંભાવના નથી.

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે બુધવારથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ , પોરબંદર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ અને આજુબાજુના જિલ્લાઓમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં રાજ્યમાં ચામાસાનો વરસાદ પાછો ફરશે. અરબ સાગરમાં લો પ્રેશર તથા 21 મી જુલાઈથી ચોમાસું ફરી સક્રિય થઈ જશે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા બનાસકાંઠામાં 22 જુલાઈથી હળવો વરસાદ શરૂ થશે.

જો કે છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ 21 જુલાઈથી ગાજ વીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જેવા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 તારીખથી કડાકા ભડાકા સાથે વરસાદ થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર 22 થી 25 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના ડારેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદ થતાં લોકોમાં અને ખાસ કરીને ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *