આગામી 24 કલાક માં ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ ની આગાહી, વરસાદને લઇને ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર
આ વર્ષે રાજ્યમાં વરસાદ નું આગમન સારું થયું હતું શરૂઆતના દિવસોમાં વરસાદ મન ભરીને વરસ્યો હતો. પરંતુ થોડાક દિવસોથી વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. ત્યારે ખેડૂતોએ વાવણી કરી છે પરંતુ વરસાદ પડે તો ખેડૂતોને પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અતિભારે વરસાદ માટે થોડાક દિવસો સુધી રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે.
રાજ્યમાં 8 અને 9 જુલાઇ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલમાં ગત વર્ષ કરતા 36% વરસાદની ઘટ છે.
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ઘટ છે. ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
અને વરસાદના પડવા ના કારણ વાવેતર સુકાવાનો ભય ઊભો થયો છે. અત્યાર સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ 13 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 12 જુલાઈ સુધી કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
ધીમા પડેલા ચોમાસા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, વાપી તથા સુરત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ગયા મહિનાની શરૂઆતમાં મેઘરાજ મન મુકીને વરસ્યા હતા. પરંતુ બાદમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન થતા રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અત્યાર સુધીમા રાજ્યમાં સિઝનનો કુલ 14.63 ટકા વરસાદ થઈ ચુક્યો છે. રાજ્યના 25 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 12 જુલાઈ પછી રાજ્યમાં ચોમાસુ સક્રિય બનશે.
રાજ્યમાં અત્યાર સુધી લગભગ 15 ટકા વરસાદ થઈ ચૂક્યો હોવા છતાંપણ હજુ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યા વાવણીલાયક વરસાદ થયો નથી. વાવણીલાયક વરસાદ થયો ન હોવાથી જગતતાત ખેડૂતો પણ ચિંતામાં છે. દરમિયાન હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાએ ખેડૂતો રાહતમાં શ્વાસ આપ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ માટે મજબૂત સિસ્ટમ બનવી જરૂરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમના કારણે રાજ્યભરમાં સારો વરસાદ થાય છે. હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ હળવા દબાણની સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં વરસાદ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ 12 જુલાઈ પછી ચોમાસુ પ્રબળ બનશે.