સાપ્તાહિક રાશિફળ: 12 થી 18 જુલાઈ સુધી આ 6 રાશિના લોકોને મળશે ધંધામાં સફળતા, ઘરમાં આવશે સુખ શાંતિ
મેષ રાશિ : પારિવારિક વ્યવસ્થાને લઇને લેવામાં આવેલ કોઈ તમારો મહત્વપૂર્ણ નિર્ણય સફળ રહેશે. જો ઘર પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે, તો તેના અંગે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરવી. તમારો દરેક નિર્ણય તમારા પક્ષમાં રહેશે. આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાને પણ બદલવા યોગ્ય છે. મોસાળ પક્ષ સાથે સંબંધોને મધુર જાળવી રાખો.
આ અઠવાડિયે વ્યવસાયમાં માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. નવા કરાર બની શકે છે. કોઈ કર્મચારીને લીધે કેટલીક મુશ્કેલી રહી શકે છે, પરંતુ સમય રહેતા સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે. પારિવારિક વાતાવરણ સુખદ અને મધુર બની રહેશે.
વૃષભ રાશિ : કોઈ મિત્રની મુશ્કેલીના સમયે તેમનો સહયોગ કરવાથી તમને આત્મિક સુખ મળશે. રચનાત્મક તથા ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે પણ રસ વધશે. પડકારોનો સ્વીકાર કરવો તમારા માટે સફળતાના માર્ગ પણ ખોલશે. બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર નજર રાખવી. જોકે, તમે તમારી સમજદારી અને સમજણથી સમસ્યાનો ઉકેલ શોધી લેશો. આ સમયે ભાવુકતામા વહીને કોઈપણ નિર્ણય લેશો નહીં. વ્યવહારિક દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.
વ્યવસાયમાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે. કોઈપણ નજીકની યાત્રા થઈ શકે છે. નવા કામની શરૂઆત માટે સમય અનુકૂળ છે. સરકારી નોકરીમાં નવા અવસર મળી શકે છે. કામ વધારે હોવા છતાંય તમે તમારા ઘર-પરિવાર માટે સમય કાઢી શકશો. તેનાથી પારિવારિક વાતાવરણ મધુર અને સુખદ બની રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.
મિથુન રાશિ : આ અઠવાડિયે તમે રોજબરોજની દિનચર્યાથી અલગ કઇંક નવું શીખવાના પ્રયત્નો કરશો. તમારા મન પ્રમાણે સમય પસાર કરવાથી શારીરિક અને માનસિક રૂપથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. બાળકો તરફથી પણ કોઈ શુભ સમાચાર મળશે. અંગત જીવનને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લેવું. તેની નકારાત્મક અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે. કોઈ અશુભ સમાચાર મળવાથી મનમાં નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. જલ્દી જ તમને તેના ઉપર કાબૂ મેળવી શકશો.
વ્યવસાયિક ક્ષેત્રમાં લાભની જગ્યાએ મહેનત વધારે રહેશે. પરંતુ દૈનિક કામ સારી રીતે ચાલતા રહેશે. મશીનરી વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં ખર્ચાઓ થઇ શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત રહેશે. લગ્નજીવન સુખમય રહી શકે છે. પરંતુ પ્રેમ સંબંધોની બાબતે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. એકબીજાની ભાવના ઓનું સન્માન કરવું જરૂરી છે.
કર્ક રાશિ : આ અઠવાડિયે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે. જેથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. ફસાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય અનુકૂળ છે, એટલે પ્રયત્નો કરતા રહો. કોઇ જરૂરિયાત વાળા વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખ મળશે. કોઇ પ્રકારની યાત્રાને ટાળવી. આસપાડોસમાં કોઇ નાની વાતને લઇને કોઈ ખૂબ જ મોટો વિવાદ બની શકે છે. જેની અસર તમારા પારિવારિક વાતાવરણ ઉપર પણ પડી શકે છે. એટલે બીજાની સમસ્યાઓથી દૂર જ રહો.
કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમયે કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરવી. તેનાથી તમારા બધા કામ સરળતાથી પૂરા થતા જશે. નોકરીમાં વ્યક્તિને પોતાના ઉચ્ચ અધિકારી સાથેના સંબંધોને ખરાબ ન કરવા જેથી તમારે બીજા સામે અપમાનિત ન થવું પડે. કામ વધારે રહેવાના કારણે તમે પરિવારને સમય આપી શકશો નહીં. પરંતુ જીવનસાથીના સહયોગથી પારિવારિક વાતાવરણને અનુશાસિત તેમજ મધુર બનાવી રાખશો.
સિંહ રાશિ : આ અઠવાડિયે તમારા ઉત્તમ વ્યક્તિત્વ તથા વ્યવહાર કુશળતાના કારણે સામાજિક ગતિવિધિઓમાં તમારી પ્રતિભા ખુલીને સામે આવશે. સ્થાન પરિવર્તનને લગતા ઉત્તમ યોગ બની રહ્યા છે. યુવાઓ પોતાના કરિયરને લઇને ખૂબ જ વધારે ગંભીર રહેશે. ધ્યાન રાખો કે આળસ હાવી થવાથી તમારા થોડા મહત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે. એટલે તમારી કાર્યક્ષમતા અને મનોબળને જાળવી રાખો.
કોઇની સાથે વિવાદમાં પડશો નહીં, કેમ કે તેના કારણે તમારી પણ માનહાનિ થઈ શકે છે. પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બની શકે છે. પરંતુ આ ગતિવિધિઓમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. કમિશન સાથે જોડાયેલા કામમાં નુકસાન થઈ શકે છે, એટલા માટે સાવધાન રહેવું. ઓફિસના વાતાવરણમાં તમારે સામંજસ્ય બનાવી રાખવું પડશે. તમારી ગતિવિધિઓમાં જીવનસાથીને હારે રાખવાથી બંનેના સંબંધો વધારે મજબૂત બની શકે છે. સમય આનંદપ્રમોદમાં પસાર થશે.
કન્યા રાશિ : બીજા લોકોની મદદ લેવાની જગ્યાએ તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ રાખવો. તમારા માટે લાભદાયક અને સુખની સ્થિતિ બની રહી છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. મિત્રો સાથે મળવાનું થઈ શકે છે. કામ વધારે રહેવાની અસરના કારણે તમે મગજ અને શારીરિક રૂપથી તમે થાકી શકો છો. એટલે તમારા કામમા વિશ્વાસનીય લોકોની પણ સલાહ લેવી. બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવી.
કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે. પરંતુ કોઈ અધીનસ્થ કર્મચારીને લીધે મુશ્કેલી ઉભી થઈ શકે છે. એટલા માટે તેની બધી ગતિવિધિ ઉપર નજર રાખવી જરૂરી છે. નોકરી કરતા લોકો એ પોતાના કામ પ્રત્યે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે. તેમજ પરિવારના લોકો સાથે મનોરંજન અને આનંદ પ્રમોદ સાથે જોડાયેલા કામમાં સારો સમય પસાર થશે.
તુલા રાશિ : આ અઠવાડિયે ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બનશે. કોઇ પારિવારિક સંબંધી મહત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણામા તમારી સલાહને યોગ્ય મહત્વ આપવું. જીવનમાં થોડા ફેરફાર આવશે જે તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. બાળકોની કોઈ અજાણી નકારાત્મક ગતિવિધિ તમને પરેશાન કરી શકે છે. તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરીને તેમને સમજવાની કોશિશ કરો. અજાણ્યા લોકો સાથે સંપર્ક ન રાખવો.
કાર્યક્ષેત્રમાં તમને તમારા કામને લગતી યોજનાઓને કોઈની સામે જાહેર ન કરો. આ સમયે તમારા કામ પ્રત્યે વધારે મનન અને ચિંતન કરવાની જરૂર છે. ધ્યાન રાખવું કે તમારા કોઈ કર્મચારી તમારી ગતિવિધિ ઓનો ઉપયોગ ન કરે. પતિ-પત્નીમા એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારો સમય બરબાદ ન કરવો.
વૃશ્ચિક રાશિ : ઘરના વડીલોના અનુભવ તથા માર્ગદર્શનનું અનુસરણ કરો, તેનાથી તમારી કાર્યપ્રણાલીમાં સુધાર આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે. કોઈ પારિવારિક યાત્રાને લગતા પ્રોગ્રામ પણ બની શકે છે. કારણ વગર જ કોઈ સાથે વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા અને અભિમાન જેવી ખામીઓ ઉપર કાબૂ રાખવો. કોઈ લક્ષ્ય પણ તમારા હાથમાંથી જતું રહેશે.
જમીનને લગતી કોઈપણ પ્રકારની ઉધારી લેવાનું ટાળવું. કારણ કે ઉધાર ચૂકવવો મુશ્કેલ બની શકે છે. કાર્યક્ષેત્રમાં વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહેવું. તમારી મહત્વપૂર્ણ યોજનાઓને કોઈ સાથે શેઅર ન કરવી. માર્કેટમાં તમારી સારી છાપ બની રહેશે. સારા ઓર્ડર મળી શકે છે. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં ફાયદાની સ્થિતિઓ રહેશે. પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહી શકે છે. સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થા અને ઉચિત બનાવી રાખવી.
ધન રાશિ : આ અઠવાડિયે ઘરની સુખ-સુવિધાને લગતા કાર્યો અને જરૂરિયાતને લગતી વસ્તુઓની ખરીદીમાં પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર બની રહેશે. મોટાભાગના કામ યોગ્ય રીતે પૂરા થવાથી શાંતિ અને રાહત મળી શકે છે. બાળકોને તેની ઈચ્છા પ્રમાણે પરિણામ ન મળવાથી ચિંતા રહી શકે છે પરંતુ આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. અઠવાડિયાના મધ્યભાગથી પરિસ્થિતિઓ થોડી વિપરીત થશે, એટલે આ સમયે ધૈર્ય અને સંયમથી કામ લેવું.
વ્યવસાયિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને વર્ચસ્વ જળવાયેલું રહી શકે છે. કર્મચારીઓ સાથેના સંબંધો મધુર રહેશે જેને કારણે કામને ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. પરંતુ આ સમયે માલની ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. લગ્નસંબંધ મધુર રહી શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.
મકર રાશિ : આ અઠવાડિયે ભાવુકતાની જગ્યાએ મગજથી કામ લેવું. તેનાથી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય, હવન, પૂજન વગેરે આયોજનમાં વ્યસ્તતા રહેશો. ઘરના વડીલો સભ્યોની સલાહ અને માર્ગદર્શન પર અમલ કરવો. આ અઠવાડિયે કોઈ જૂની નકારાત્મક વાત સામે આવવાથી વર્તમાન ઉપર તેનો પ્રભાવ પડી શકે છે. ખરીદી જેવા કાર્ય કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં વધારે મહેનત કરવાની જરૂર છે. વ્યવસાયિક સ્થળે થોડી મહેનત અને ભાગદોડ જેવી સ્થિતિ રહી શકે છે. પરંતુ તમારે હિંમત અને સાહસથી તમારા મનોબળને મજબૂત બનાવી રાખવું. આ સમયે કોઈપણને પૈસા ઉધાર ન આપવા કારણ કે તે પાછા મળવાની શક્યતા નથી. દાંપત્ય સંબંધોમા મધુરતા રહી શકે છે. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી પરિવારની વ્યવસ્થા ઉચિત બની રહેશે.
કુંભ રાશિ : આ અઠવાડિયે નાણાકીય સ્થિતિમાં સુધાર આવી શકે છે. કોઇ સંબંધમાં નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે. સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવી રહ્યો છે, પરંતુ તેને સારો જાળવી રાખવો તમારી યોગ્યતા ઉપર આધાર રાખે છે. કોઈ પારિવારિક વિવાદને લઇને ભાઇ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. કોઈપણ નિર્ણયની સ્થિતિમાં ઘરના વડીલોની સલાહ અવશ્ય લેવી. ખોટા ખર્ચથી દૂર રહેવું તથા યોગ્ય બજેટ જાળવીને ચાલો.
વ્યવસાયમાં વર્તમાન પરિસ્થિતિઓમાં સુધારાની વધારે શક્યતાઓ નથી. ધન સાથે જોડાયેલી લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે. કોઈ પણ કામની શરૂઆત માટે યોજનાઓ બનાવી શકો છો. નોકરીમાં નવી સંભાવનાઓ બનશે. ઘર-પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે. મિત્ર લિંગના મિત્ર અચાનક મળવાથી આશ્ચર્યજનક પ્રસન્નતા અનુભવશો.
મીન રાશિ : કોઈ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથેની મુલાકાત તમારી વિચારધારામાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે. તમે જીવનને સારી દૃષ્ટિએ જોવાના પ્રયત્નો કરશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની શક્યતા છે. મિત્રો સાથે હરવા-ફરવામા પોતાનો સમય ખરાબ ન કરો. આ અઠવાડિયું તમારા મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવાનો છે. તમારા મહત્વપૂર્ણ કાગળિયાઓને સાચવીને રાખવા. નહીંતર કોઇ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.
કાર્યક્ષેત્રમાં બીજાની દખલથી કર્મચારીઓ વચ્ચે ગેરસમજણ ઊભી થઈ શકે છે, એટલા માટે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપવી તેમજ વ્યવસાયીક ગતિવિધિઓ ઉપર તમારી વખત નજર રાખવી. નોકરી કરતા વ્યક્તિઓ ઓફિસની રાજનીતિનો શિકાર બની શકે છે. લગ્નજીવન સુખમાં પસાર થઈ શકે છે. પારિવારિક ગતિવિધિઓમાં તમારો સહયોગ અને સમર્પણ વાતાવરણને વધારે ખુશનુમા બનાવશે.