લેટેસ્ટ આગાહી : આગામી 12 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના વલસાડ જિલ્લાને ચેરાપુંજી કહેવામાં આવે છે. આ દક્ષિણ ગુજરાતનો જિલ્લો છે જ્યાં દર વર્ષે સારો વરસાદ પડે છે. આ જિલ્લાના લોકોને પાણી માટે ક્યારેય લડવું પડતું નથી. વલસાડ જિલ્લામાં ચોમાસાના બીજા દાવમાં હવે વરસાદી વાતાવરણ સમાન છે. ગત સાંજથી વરસાદ શરૂ થયા બાદ જિલ્લામાં ભારે વરસાદ થયો છે.

જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ભારે વરસાદ થયો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને પારડીમાં 12 કલાકમાં પડ્યો છે. સૌથી વધુ 4.36 ઇંચ વરસાદ વાપી જિલ્લામાં નોંધાયો હતો. આગાહી મુજબ હાલમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. જો કે હજુ પણ જરૂરીયાત મુજબ વરસાદ પડતો નથી. રાજ્યમાં હજુ પણ વરસાદમાં 28 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી સિઝનના કુલ વરસાદમાં 33% વરસાદ પડ્યો છે જેમાં ગુજરાતમાં 242 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર નિર્માણ થઈ રહ્યું છે પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં.જો કે છેલ્લા 10 દિવસમાં રાજ્યમાં 12 ટકાથી વધુ સીઝન નોંધાઈ છે. સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ 5.27 ટકા નોંધાયો હતો.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ દાદરનગર હવેલીમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે જ્યારે ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જોકે બુધવારથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે.

રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થતા હવે ખેડૂતો પાકને લઈ ચિંતા મૂક્ત બન્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદી માહોલ જામશે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક પથંકમાં વહામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ તરફ ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક પંથકમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરતા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળુ થતા અતિભારે વરસાદની શક્યતા નહીવત જણાઈ રહી છે પરતું લો પ્રશેરની અસરથી રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી કરતા રાજ્યના મહાનગરોમાં પણ સારો વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *