અંબાલાલ પટેલ ની આગાહી, બંગાળ ની ખાડી માં સર્જાશે લો-પ્રેશર,- 14-15 ઑગસ્ટ આ વિસ્તાર માં ભારે થી અતિભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે, 15 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેઓ વિચારી રહ્યા છે કે, વરસાદ ક્યારે પડશે નદી-નાળામાં પાણી ક્યારે આવશે.

રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી મેઘરાજાએ વિદાય લઈ લીધી હોય તેવું લાગી રહ્યુ છે. દરમિયાન એક તરફ ખેડૂતોના પાકને પાણીની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે બીજી તરફ ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ વરસાદ થઈ રહ્યો નથી. દરમિયાન આજથી શ્રાવણ મહિમાની શરુઆત થતા હવે આ મહિનામાં વરસાદ થાય તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લાંબા સમયથી વરસાદ ન થતા લોકો મૂંઝવણમાં છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાંથી હજુ ચોમાસાએ લીધી નથી. થોડા દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સક્રીય થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે કે, 15 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ 21થી 23 અને 25 થી 28 ઓગસ્ટ માં વરસાદ નું પ્રમાણ સારું રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. શ્રાવણ મહિનો આવ્યો છતાં પણ નદીનાળા ખાલી છે, તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારમાં હજુ વરસાદ પડ્યો નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે જેને કારણે વરસાદ થવાની શક્યતા ના એંધાણ નોંધાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *