હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી ,સોમવાર અને મંગળવાર ભારે થી અતિભારે વરસાદ ની આગાહી…
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પડ્યો નથી. તેના કારણે રાજ્યના ખેડૂતો ચિંતા થઈ રહી છે કે હવે વરસાદ નઈ પડે તો પાક સૂકાઈ જશે અને તેના કારણે ઘણું નુકશાન જશે. હજુ સુધી રાજ્યમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારી 17 ઓગષ્ટ પછી ગુજરાતમાં મેઘરાજાનું ફરી આગમન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે જેનાથી ખેડૂતો ચિંતિત છે.
મિત્રો જો કે ખેડૂતોની આ ચિંતા થોડા જ દિવસોમાં દૂર થવાની છે કારણ કે આગામી એક અઠવાડિયા પછી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ બનશે જેનાથી ગુજરાતમાં વરસાદનું કમબેક થશે.હાલ રાજ્યમાં ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પણ વધારે સમયથી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ચોમાસાની સીઝનમાં ચોક્કસ પેટર્ન પ્રમાણે વરસાદ વરસતો હોય છે. જેમાં વેટ સ્પેલ, ડ્રાય સ્પેલ ત્યારબાદ ફરીથી વેટ સ્પેલ અને ડ્રાય સ્પેલના ભાગરૂપે વરસાદ વરસતો હોય છે.હવામાન વિભાગના ડિરેકટર મનોરમા મોહંતી નું માનવું છે કે એક અઠવાડિયા બાદ ગુજરાતમાં ચાલી રહેલી ડ્રાય સ્પેલ ની પૂર્ણાહુતિ થશે અને ગુજરાતને સારો વરસાદ મળશે.
મિત્રો 18 મી ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર શરૂ થશે જેના 3 દિવસ બાદ એટલે કે 21 દિવસ પછી ગુજરાત રિજયનમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર શરૂ થશે. જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાના કારણે 46 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે જેમાં સૌથી વધુ વરસાદની ઘટ ગુજરાત રિજયનમાં જોવા મળી છે.
મિત્રો જેમાં ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.અત્યાર સુધી ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો 467.1 mm જેટલો વરસાદ વરસવો જોઈતો હતો પરંતુ ગુજરાતમાં વેટ સ્પેલ એક્ટિવ હોવાના કારણે માત્ર 254 mm જેટલો જ વરસાદ વરસ્યો છે જે ખેડૂતો માટે ચિંતા નો વિષય છે જો કે ગુજરાતમાં જળાશયો ની સ્થિતિ સારી હોવાના કારણે પીવાના પાણીની કોઈ અછત વર્તાય તેમ નથી પરંતુ ખેંચાયેલા વરસાદના કારણે સિંચાઈ લક્ષી પાણી ઓછા પ્રમાણમાં મળશે જેનાથી રાજ્યમાં સરેરાશ સિંચાઈ પણ ઓછી થાય તેવું ખેતી નિષ્ણાત માની રહ્યા છે.
ગુજરાતમં ચાલુ વર્ષે વરસાદની 46 ટકા ઘટ છે અને હજુ સારા વરસાદના કોઈ સંકેત નથી. કેટલાક વિસ્તારમાં માત્ર છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં આ વર્ષે 22% ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 19 ઈંચ વરસાદ થવો જોઈતો હતો પણ આ વખતે રાજ્યમાં માત્ર 10 ઈંચ જ વરસાદ પડ્યો છે. એ રીતે જોઈએ તો ગુજરાતમાં આ વર્ષે વરસાદની 46 ટકા ઘટ છે.
ગુજરાતના 15 જિલ્લાઓ એવા છે, જ્યાં વરસાદની 50 ટકાથી પણ વધુની ઘટ છે. આ ઉપરાંત 25 તાલુકાઓમાં 5 ઈંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે અને જળાશયોની વાત કરીએ તો ગુજરાતના 95 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ 46 ટકાથી વધુ ભરેલો છે. વરસાદની જે તાલુકાઓમાં સૌથી વધુ ઘટ છે તેની વાત કરીએ તો, બનાસકાંઠના લાખણી, બનાસકાંઠાના થરાદ, બનાસકાંઠાના વાવ, કચ્છના લખપત, કચ્છના અબડાસા, કચ્છના રાપર અને પાટણના સાંતલપુરનો સમાવેશ થાય છે.