સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું, સોનુ ખરીદવા માંગતા હોય તો પેલા એકવાર ભાવ જોઈ લ્યો

મુંબઈ ઝવેરીબજારમાં શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર પણ વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૮૫થી ૧૭૮૬ ડોલરવાળા ઘટી છેલ્લે સપ્તાહના અંતે ૧૭૮૧થી ૧૭૮૨ ડોલર રહ્યા હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૨૨થી ૨૩.૨૩ ડોલરવાળા ઘટી છેલ્લે ૨૩.૦૨થી ૨૩.૦૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર પાછળ મુંબઈ બજારમાં પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ સોના- ચાંદીના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૭૧૩૯ વાળા વધુ ઘટી રૂ.૪૭૦૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૩૨૯ વાળા રૂ.૪૭૨૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૬૨૨૩૩ વાળા રૂ.૬૨૦૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટી ૧૭ મહિનાના તળીયે ઉતર્યા છે.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૭૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૭૯૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ રૂ.૬૩૬૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૮૫થી ૯૮૬ ડોલરવાળા જોકે ઉછળી સપ્તાહના અંતે ૯૯૭થી ૯૯૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

કોપરના ભાવ ઉછળતાં પ્લેટીનમને ઘટયા મથાળે સપોર્ટ મળ્યાની ચર્ચા હતી. કોપરના ભાવ વિશ્વબજારમાં સપ્તાહના અંતે ૧.૯૫થી ૨.૦૦ ટકા ઉંચા બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. જોકે આ સપ્તાહમાં પ્લેટીનમના ભાવ એકંદરે ૪થી ૫ ટકા તૂટયા છે.

વિશ્વબજારમાં પેલેડીયમના ભાવ ઔંશના ૨૩૦૮થી ૨૩૦૯ ડોલરવાળા વધુ ગબડી ૨૩૦૦ની અંદર ઉતરી સપ્તાહના અંતે ૨૨૭૬થી ૨૨૭૭ ડોલર બોલાયાના સમાચાર હતા. સપ્લાય વધતાં આ વિકમાં પેલેડીયમના ભાવ ૧૨થી ૧૩ ટકા તૂટી જતાં આવો વિકલી ઘટાડો માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી મોટો વિકલી ઘટાડો મનાઈ રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો આગળ વધતાં તેની અસર સોનાના ભાવ પર દેખાઈ હતી. ક્રૂડતેલના ભાવ વધુ ઘટી સપ્તાહના અંતે બેરલદીઠ ન્યુયોર્ક ક્રૂડના ૬૨.૧૪ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડના ૬૫.૧૮ ડોલર રહ્યા હતા. વિશ્વમાં ડેલ્ટાનો ઉપદ્રવ વધતાં ક્રુડની માગને ફટકો પડવાની ભીતી જાણકારો બતાવી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ આ વિકમાં આશરે આઠ ટકા તૂટતાં પાછલા નવ મહિનાનો સૌથી મોટો વિકલી ઘટાડો ક્રૂડમાં નોંધાયો હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું.

અમદાવાદ સોના ચાંદી માર્કેટ જોઈએ તો આજનો ભાવ ચાંદી ચોરસા- ૬૨૫૦૦ થી ૬૩૫૦૦, રૂપુ ૬૨૩૦૦ થી ૬૩૩૦૦ , સિક્કાજૂના(નંગ) – ૫૭૫ થી ૭૭૫ સોનું (૯૯.૯) – ૪૮૬૦૦ થી ૪૯૦૦૦, સોનું (૯૯.૫) – ૪૮૪૦૦ થી ૪૮૭૦૦, હોલમાર્ક – ૪૭૯૨૦ સુધીનો રહ્યો.ઓગસ્ટમાં સોનું રૂ .700 થી વધુ અને ચાંદી રૂ .5,500 થી સસ્તી થઈ હતી .

1 ઓગસ્ટના રોજ સોનું રૂ .48,105 હતું, જે હવે 10 ગ્રામ દીઠ રૂ. 47,329 પર આવી ગયું છે. એટલે કે આ મહિનામાં અત્યાર સુધીમાં સોનું 776 રૂપિયા સસ્તું થયું છે. બીજી બાજુ, જ્યારે ચાંદીની વાત આવે છે, ત્યારે તે 5,703 રૂપિયા સસ્તી થઈ છે અને ઘટીને 62,233 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.ચાંદી આ સપ્તાહે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સપ્તાહની શરૂઆતમાં તે 63,047 રૂપિયા હતી, જે હવે ઘટીને 62,233 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે આ અઠવાડિયે તે 814 રૂપિયા સસ્તું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *