આ તારીખ પછી ગુજરાતમાં આવી શકે છે વરસાદ, ખાનગી સંસ્થા એ જણાવી આ વાત જાણીને તમેપણ ખુશ થઇ જશો

છેલ્લા ઘણા સમય થી વરસાદ ની રાહ જોઈ રહેલા ગુજરાત પર થોડી મેઘમહેર થયા બાદ વારસદ ફરી ઓછો થયો છે, ત્યારે અમુક અમુક જગ્યા એ છુટા વરસાદ ના ઝાપટા હજી નોંધાઈ રહ્યા છે. ત્યારે વરસાદ થી વંચિત રહેલા વિસ્તારો ના ખેડૂત ભારે ચિંતા માં મુકાયા છે.
ત્યારે હવે ફરી વાર વરસાદ આવે એવી એક આશા જન્મી છે. આગળ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 3 દિવસ પહેલા તમને જણાવ્યું હતું કે બધું બરાબર રહે તો 30/31 તારીખ થી વરસાદનો નવો રાઉન્ડ આવશે તો હજુ સુધી સબ સલામત જ છે એટલે હવે 30/31 તારીખ થી કહ્યા મુજબ વરસાદ નો રાઉન્ડ ચાલુ થઈ જશે.

રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ખેડા, સુરત , દાહોદમાં ગઈકાલ રાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજયમાં હજુ 60 ટકા વરસાદની ઘટ જણાઈ રહી છે.

ત્યારે તમને જણાવવાનું કે આ રાઉન્ડ 2/3 તારીખે બંગાળ ની ખાડી માં બનનારા લો પ્રેશર ની દેન છે. જો કે તેનો રૂટ ફાઇનલ નથી પરંતુ જે બે સ્થિતિ દર્શાવી હતી તે બંને સ્થિતિ માં દેખાડ્યા મુજબ ઓછો વધુ ફાયદો મળશે જ પરંતુ ઉત્તર કોંકણ એટલે કે ઉત્તર મહારાષ્ટ્ર રૂટ આપણને વધુ ફાયદો આપે અને એ રૂટ રહે તો ત્યાં થી સરકી ને ગુજરાત પર લો પ્રેશર આવવા ની પણ શકયતા બની શકે એવું બને ગુજરાત માં સારી મેઘમહેર આવી શકે.
હાલ તો આપણે ડાયરેકટ આવે તેવી વધુ પડતી આશા ના રાખી ને આસપાસ રહે તે આશા એ જે ફાયદો મળે તે લેવા નો સમય છે. વિસ્તાર વાઈઝ અપડેટ આપવી હાલ શક્ય નથી જેમ જેમ નજીક જશુ તેમ તેમ અપડેટ આપતા રહીશું..

આગળ ની આગાહી :- આગળ માહિતી આપતા જણાવવાનું કે આ રાઉન્ડ આ લો પ્રેશર સાથે પૂર્ણ નહિ થાય સંભવત 11/12 તારીખ આસપાસ નવું જે અગાવ જણાવ્યું જ હતું તે લો પ્રેશર પણ બનવાની સારી શકયતા છે જેનો રૂટ પણ આની જેમ ગુજરાત ને ફાયદો આપે તેવો બને તેવી સારી શકયતા છે. જો તેમાં પણ સબ સલામત રહે તો આ રાઉન્ડ અંદાજે 10 થી 15 દિવસ લાંબો ચાલી શકે તેમ છે . ભલે 2 લો પ્રેશર બને ને ફાયદો આપવા ના હોય પરંતુ સાર્વત્રિક વરસાદ આવી જશે તેવી મોટી આશા હાલ કોઈએ અગાવ બાંધી ના લેવી. રાઉન્ડ કેવા રહે એ નજીક જશુ તેમ ખ્યાલ આવતો જશે. હાલ આપણે રાઉન્ડ આવે છે તેના થી માત્ર ખુશ થવું યોગ્ય રહેશે.

જન્માષ્ટમી પર્વ શરૂ થતાં સાથે રાઉન્ડ આવી રહ્યો છે તેના માટે કે આ રાઉન્ડ માં ખાસ કરી ને તેના દ્વારકા સહિત પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ તથા અન્ય એવા બધા જિલ્લા તાલુકા કે જ્યાં છેલ્લા એક દોઢ મહિના થી વરસાદ નથી થયો તેવા વિસ્તાર માં પેહલા વરસાદ પડે આવી આશા રાખીયે છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *