હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મુશળધાર વરસાદની આગાહી …

મોટા સમાચાર / ફરી ગુજરાત પર મહેરબાન થશે મેઘરાજા, આ તારીખથી વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી
વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે રાજ્યમાં 28 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે.
ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં આનંદ ,વરસાદની અછતને કારણે આ વર્ષે જગતનાના તાતમાં ચિંતાનો માહોલ છે. કારણકે પાણીની કટોકટી સર્જાતા ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ંણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
પંચમહાલ, નર્મદા, ડાંગમાં પડશે વરસાદ

28મી ઓગસ્ટે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તેમજ ડાંગમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ આગાહીને લઈને સિંચાઈના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતોમાં હવે આનંદ જોવા મળી રહ્યો છે. જોકે ખેડૂતો સિવાય સામાન્ય લોકો પણ છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *