બસ કરો માત્ર આ કામ, જીવનમાં થશે પૈસાનો વરસાદ…..

માતા લક્ષ્મીને પૈસાનું પ્રતીક માનવામાં આવે છે અને માતાની પૂજા કરવાથી ઘરમાં અને ધનમાં બરકત આવે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ સાથે જ શ્રાવણ દરમિયાન નીચે બતાવવામાં આવેલા ઉપાય કરવામાં આવે તો માતાની કૃપા તમારા પર રહે છે. જેથી શ્રાવણ મહિનાના શુક્રવારે નીચે આપેલા ઉપાય જરૂરથી કરવા…

માતા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાય

કેસર લગાવો : શ્રાવણ મહિનાના શુક્રવારના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ માતાની પૂજા કરવી. પૂજા કરતા સમયે એક વાટકામાં ગાયનું દુધ લઈને તેમાં થોડુ ઘી નાખવુ. જેમાં થોડુ કેસર મિક્સ કરવુ. પૂજા કર્યા બાદ કેસરનું તિલક કરવું. આ ઉપાય કરવાથી નવા સાધનોમાં વૃદ્ધિ થાય છે. સાથે જ અટકેલા પૈસા પણ પરત મળે છે.

કોડી અર્પણ કરવી : માતા લક્ષ્મી કોડી ખુબ જ પ્રિય છે. જેથી શુક્રવારે સાત કોડી લઈને માતાને અર્પણ કરવી. જે બાદ તેની પૂજા કરવી. પૂજા બાદ આ કોડીઓને લાલ રંગના કપડામાં રાખી દેવી. જેને ઘરના અલગ અલગ ખુણામાં દાટી દેવી. આ ઉપાય કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સારી બને છે.

માતા લક્ષ્મી વિષ્ણુનો અભિષેક કરવો : શ્રાવણના શુક્રવારે પતિ-પત્નીએ સાથે મળીને માતા લક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરવી. પૂજા કર્યા બાદ કેસરવાળા દુધથી અભિષેક કરવો. જેથી ઘરમાં સુખ-શાંતિ બનેલી રહેશે. અને દુખોનો અંત આવશે. પૈસા સાથે જોડાયેલી પરેશાની પણ દુર થાય છે.

મુખ્ય દ્વાર પર દિવો કરવો : શ્રાવણ મહિનામાં દર શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર દિવો કરવો. દિવો કરવા માટે દોરાનો દિવો કરવો અને તેમાં માત્ર ઘી નાખવું. આ ઉપાય કરવાથી જીવનમાં પૈસાની કમી નહીં આવે.

પીપળાના ઝાડની પૂજા કરવી : શુક્રવારે સાંજે પીપડાના ઝાડની પૂજા જરૂરથી કરવી. આ વૃક્ષમાં માતા લક્ષ્મી વાસ કરે છે. માન્યતા છે કે શુક્રવારે આ ઝાડની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે અને જીવનમાં ધનની કમી આવતી નથી. પીપળાના મૂળમાં દુધ ચડાવવુ. ગાયના ઘીનો દિવો કરવો. જે બાદ ઝાડ ફરતે સાત પરિક્રમા કરવી. જેથી પૈસાની કમી દુર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *