12 કલાક માં ભારે થી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તાર થશે વરસાદ થી પાણી પાણી

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. છત્તીસગઢમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધી રાજસ્થઆન તરફ મુવ કરશે. જેની અસરને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયું છે. હજુ 3-4 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે.

ખાસ કરી 21 ઓગસ્ટે વલસાડ, તાપી, સુરત, નવસારી,ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

શહેર જિલ્લામાં બુધવાર રાત્રિથી શરૂ થયેલી મેઘસવારી ગુરુવારે પણ યથાવત રહી છે. વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડ અને પારડી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.તો ધરમપુર અને વાપી તાલુકામાં પણ 4-4 ઈંચ, ઉમરગામ-કપરાડામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

વલસાડ ઉપરાંત નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરતમાં અડધો ઈંચ, પલસાણા, ઉમરપાડામાં 2-2 ઈંચ, બારડોલી, કામરેજ, ચોર્યાસીમાં પોણો ઈંચ અને માંડવી, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.અમરેલીની નાવલી નદીમાં પૂર : લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતોને રાહત થઈ છે.

લીલીયા પંથકમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. નાવલી નદીમાં ભારે વરસાદના કારણે પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી આસપાસના બજારોમાં ફરી વળ્યા હતા.

તો જિલ્લાના બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો દરિયાકાંઠાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. આ વિસ્તારમાં હજી પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *