400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું હતું કેદારનાથ મંદીર , આજે પણ 99 ટકા લોકો નથી જાણતા કેદારનાથ મંદિર ના આ રહસ્યો

શું તમે જાણો છો ..?

ઉતરાખંડમાં હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં શામેલ હોવાની સાથે સાથે ચાર ધામ અને પંચ કેદારમાંથી પણ એક છે. અહીંના મુશ્કેલ વાતાવરણને કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર આમ આઠ મહિના સુંધી જ ખુલે છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાંડવ વંશના રાજા જન્મજયે કરાવ્યું હતું. આ મંદિર ખુબજ પ્રાચીન છે.અને યાત્રાળુ માટે ખુભ જ લોક પ્રિય બની રહેલ વિશાળ મંદિર છે .લોકો દૂર દૂર થી આ મંદિર ના દર્શન માટે આવે છે .

કેદારનાથ મંદિરમાં સ્થિત સ્વયંભૂ શિવલિંગ અતિ પ્રાચીન છે. કહેવાય છે કે આઠમી શતાબ્દીમાં આદિ શંકરચાર્યજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જૂન 2013 દરમિયાન ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યમાં અચાનક આવેલ પુર અને ભૂસ્ખલનને કારણે સૌથી વધારે કેદારનાથ પ્રભાવી રહ્યુ હતુ. આ ઐતિહાસિક મંદિરનો મુખ્ય દ્વાર અને ઘુમ્મટ સુરક્ષિત રહ્યા. પંરતુ મંદિરનો પ્રવેશ દ્વાર અને તેની આસપાસનો વિસ્તાર વેરવિખેર થઇ ગયો.

આ મંદિર સમુદ્ર તટથી 11,755 ફૂટ જેટલી ઊંચઈ પર છે. તો મિત્રો ચાલો હવે જાણીએ કે કેવી રીતે 400 વર્ષ સુધી કેદારનાથ મંદિર બરફમાં દબાયેલું રહ્યું અને તેનાથી મંદિર પર શું અસર પડી તેના વિશે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કેદારનાથ મંદિર 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું તેમ છતાંપણ આ મંદિરને કઈ થયું નથી. આથી 2013 માં આવેલ પ્રલયમાં મંદિર સુરક્ષિત રહ્યું હોવા છતાંપણ વૈજ્ઞાનિકોને કોઈ આશ્ચર્ય થયું નથી. દહેરાદૂનના વાડિયા ઇન્સ્ટિટ્યૂટના હિમાલિયન જીયોલોજીકલ વૈજ્ઞાનિક વિજય જોશીએ જણાવ્યું કે 400 વર્ષ સુધી કેદારનાથ મંદિર બરફમાં દબાયેલું હતું છતાંપણ આ મંદિર હજુ સુંધી આમ નું આમ અડીખમ ઊંભેલૂ અને સુરક્ષિત જોવા મળી રહ્યું છે .

વૈજ્ઞાનિકે જણાવ્યું કે જ્યારે બરફ દૂર થયો ત્યારે તેના નિશાન મંદિરમાં મોજૂદ હતા. બાદમાં વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કર્યો ત્યારબાદ જાણવા મળ્યું કે આ મંદિર 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું હતું. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે 400 વર્ષ સુધી એક નાનો હિમયુગ આવ્યો હતો.

જેમાં હિમાલયનો એક મોટા ભાગ બરફની અંદર દબાઈ ગયો હતો. પહેલા એવું માનવામાં આવ્યું હતું કે મંદિર ગ્લેશિયરની અંદર છે પરંતુ શોધખોળ બાદ ખબર પડી કે આ મંદિર ગ્લેશિયરમાં નહી પરંતુ બરફની અંદર છૂપાયેલું હતું.કરદારનાથ એ 12 જ્યોર્તિલી માનું એક છે .કેદારનાથ એ સ્વર્ગ જેવું વિશેષ અને ખુબ જ પ્રચલિત સ્થળ બની ચૂક્યું છે .

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મંદિરની દીવાલ અને પથ્થરો પર આજે પણ તેના નિશાન જોવા મળે છે. એક મતાનુસાર વિક્રમ સવંત 1976 માં માળવાના રાજા ભોજે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ કેટલાક લોકોના કહેવા પ્રમાણે આ મંદિર 8 મી શતાબ્દીમાં આદિ શકરાચાર્યજીએ બંધાવ્યું હતું. કહેવાય છે કે હાલના કેદારનાથ મંદિરની પાછળ જ પાંડવોએ એક મંદિર બનાવ્યું હતું પરંતુ આ મંદિર આટલા સમય સુધી ટકી શક્યું નહીં.

અમુક વૈજ્ઞાનિકો આ મંદિર ની વિશેષતા જણાવતા કહે છે કે આવી જગ્યાએ મંદિર બનાવવું એ કારીગરીનો ઉત્તમ નમૂનો છે. કહેવાય છે કે આ મંદિર ખુબજ જીણવટથી બનાવ્યું છે. જેથી આજે પણ તે આટલું સુંદર અને નયનરમ્ય છે. મંદિરની દિવાલો ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. આ પણ એક હેરાન કરનારી વાત છે કે આટલા ભારે પથ્થરોને કઈ રીતે આટલી ઉંચાઈ પર લાવ્યા હશે અને મંદિર બનાવ્યુ હશે.આ મંદિર બનાવનારા કરીગરો કેવા હશે જેના દ્વારા આ મંદિર નું નિર્માણ થયું છે અને એની આવડત નું પ્રદર્શન કેદારનાથ જેવા મંદિર પર જોવા મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *