ખેડૂતો ની ચિંતા માં રાહત, તો આ તારીખ થી રાજ્ય માં વરસાદ ખાબકી શકે છે, હવામાન વિભાગે કરી આગાહી ….
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય માં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડી શકે છે એટલું જ નહીં 19 ઓગસ્ટ થી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાત માં ફરી ચોમાસું જામશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જો કે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ફરી સારો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગની આગાહી બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
30 ઓગસ્ટ સુધી માં સારા વરસાદ ની શક્યતા..
જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વાતરવરણાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પણ પડ્યો હાવોનું સામે આવ્યું છે. હવામાનની આગાહી મુજબ દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે જ્યારે ઓગસ્ટના બીજા સપ્તામાં સારો એવો વરસાદ પડી શકે છે.
રાજ્ય માં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું
મહત્વનું છે કે જૂલાઈ બાદ વરસાદને લાંબો વિરામ લીધો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગુજરાતમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવામાં આવી રહી છે કેમ કે આ વર્ષે જોઈએ એવો સારો વરસાદ ન થતા ખેડૂતોના માથે સંકટ તોડાઈ રહ્યું છે જો વરસાદ નહીં પડે તો મોટી આપદા સર્જાઈ શકે છે ખેડૂતોના તૈયાર પાક સિંચાઈના અભાવે ખરાબ થઈ શકે છે એટલું જ નહીં આ વખતે ઓછો વરસાદ પડતા રાજ્યમાં અનેક ચેક ડેમમાં પાણીની આવક થઈ શકી નથી જેથી ડેમમાં પાણીના સ્તર નીચે ગયા છે. ડેમમાં પીવાના પાણીને રિઝર્વ કરવામાં આવે તેવી નોબત આવી છે ત્યારે હવે જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો છે.