આજે પણ માટેલના ધરામાં ડૂબેલું છે સોનાનુ મંદિર, જાણો માટેલવાળા ખોડિયાર માતાનો ઇતિહાસ

માટેલ માતા ખોડીયારનું ધામ છે. ખોડિયાર માતાનું આ મંદિર રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે. આ મંદિરમાં વર્ષ દરમિયાન લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. માટેલ ગામ વાંકાનેરથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલું છે.

માટેલ ગામમાં આવેલું આ મંદિર ઊંચી ભેખડો પર આવેલું છે. તે ઢોળાવો ચડીને મંદિર તરફ જવાય છે. મંદિરની અંદર જૂનું સ્મારક છે. તેમાં ચાર મૂર્તિઓ છે. આ મૂર્તિ આવડ, તોગળ, ખોડિયાર અને ભીંજબાઈમાં ની છે. આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બનાવવામાં આવ્યું છે. તેમાં માં ખોડિયાર ની પ્રતિમા પર સોના-ચાંદીના સત્તર તેમજ માતાજીની ચૂંદડી ચડાવવામાં આવ્યા છે. અહીં એક પીળુંડીનું વૃક્ષ આવેલું છે. કહેવાય છે કે એ ઝાડની નીચે ખોડિયાર માતાના બહેન એવા જોગડ, તોગડ સોસાઈમાંની પ્રતિમા છે.

આ મંદિરની સામે જ એક મોટો ધરો આવેલો છે. આ ધરો માટેલિયા ધરા તરીકે ઓળખાય છે. માં ખોડીયારની કૃપાથી આ ધરામાં ક્યારેય પાણી ખૂટતું નથી. આખું માટેલ ગાળ્યા વગર જ આ ધરા નું મીઠું પાણી પીવે છે. આ ધરાથી થોડેક દૂર એક નાનો ધરો આવેલો છે.

એમ કહેવાય છે કે આ નાના ધરામાં ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે જે ખૂબ જૂનું છે. આ મંદિર જોવા માટે બાદશાહે 999 કૉસ મંડાવ્યા હતા. પાણી કાઢવાના સાધનને કૉસ કહેવાય છે. કૉસ દ્વારા ધરાનું પાણી ખેંચી લેતા મંદિર નું શિખર સોનાનું જોવા મળ્યું હતું. એમ છે કે ત્યારે ખોડીયાર માતાજીએ ભાણિજ્યાને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલા 999 કોચને તાણી ધરો ફરીથી પાણીથી ભરી દીધો હતો.

માટેલવાળા ખોડિયાર માતાએ અનેક પરચાઓ પૂર્યા છે. અહીં માટેલ તીર્થધામ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે દર્શનાર્થીઓ ને તમામ સેવા પૂરી પાડે છે. અહીં આ ટ્રસ્ટ દ્વારા મોટી ધર્મશાળા બનાવવામાં આવી છે. જેથી દર્શનાર્થીઓ રાત્રી રોકાણ કરી શકે. આ ટ્રસ્ટ વિનામૂલ્યે તમામ સુવિધા પુરી પાડે છે. ઘણા લોકો તો દૂર દૂરથી પગપાળા ચાલતા માતાજીના દર્શન કરવા આવે છે.

આ મંદિરમાં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં તમે એસટી બસ તેમજ પ્રાઇવેટ વાહનો દ્વારા આવી શકો છો. આ ઉપરાંત આ મંદિરમાં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે. જેમાં દરેક માણસોને વિનામૂલ્યે ત્રણ ટાઇમ જમવાનું આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ, ભાત પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે.

તમે આ લેખ gujaratipost ના માધ્યમ થી વાંચી રહ્યા છો અને જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવશો અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મોકલી પણ શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી બધા વાચકો સુધી પહોચાડી શકીએ અને ફેસબુક ઉપર મુખ્ય સમાચારો, સરકારી યોજના, હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું-આ આર્ટીકલ વાંચવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *