આ તારીખ બાદ રાજ્યમાં થશે સાર્વત્રિક વરસાદ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી નક્ષત્રની મહત્વની આગાહી
દર વર્ષની સરખામણી માં આ વર્ષે ખુબજ ઓછો વરસાદ નોંધાયો છે. કેટલાક ભાગોમાં તો મેઘરાજાએ આગમન જ કર્યું નથી. જળાશયોના સ્તર પણ નીચા જતા રહ્યા છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરતના કેટલાક ભાગોમાં મોસમનો સારો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. પરંતુ હજુ સુધી ભારે વરસાદ થયો નથી જેથી પાણીની તંગી સર્જાઈ શકે તેવી હાલત છે.
ચોમાસાનો ત્રીજો તબક્કો 30 ઓગસ્ટથી શરૂ થશે અને 10 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તેમાં પણ 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન વધુ વરસાદ નોંધાશે. જ્યારે 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી વરસાદનો આંકડો સામાન્ય કરતા ઓછો રહી શકે છે.
ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી શકે તેમ નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે જો પીવાના પાણીને બાદ કરતાં પાણીનો જથ્થો વધશે તો જ સિંચાઇ માટે પાણી પૂરું પાડવામાં આવશે. જેથી ખેડૂતોને સિંચાઈના પાણીનો પુરવઠો મળી શકે તેવું જણાતું નથી. હવે ખેડૂતો માત્ર વરસાદની આશાએ જ બેસી શકે તેમ છે. મહત્વની વાત એ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સારા વરસાદ અંગેની આગાહી કરી છે.
નક્ષત્રની વાત કરીએ તો ફાલ્ગુની નક્ષત્રમાં થતો વરસાદ પાક માટે સારો ગણાતો નથી. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ ચોમાસાના બે મહિના જ વીત્યા છે સીઝન ચાલી ગઈ નથી. હજુ 2 મહિના ચોક્કસથી સારો વરસાદ થશે. જેથી પાણીની તંગી સર્જાશે નહી. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ સારો વરસાદ થશે તેવુ હવામાન શાસ્ત્રીએ જણાવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, રાજસ્થાનમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ગત ચોમાસાના સામાન્ય વરસાદથી આગળ રહેલું પૂર્વ રાજસ્થાન પણ સામાન્ય વરસાદના આંકડાથી એક ટકા પાછળ રહ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનનો આંકડો 33 ટકા પાછળ ગયો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 28 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે જેથી લોકોને કાળજાળ ગરમીમાંથી છુટકારો મળશે. તો 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે અરબ સાગરમાં સિસ્ટમ બરાબર સક્રિય ન થતા વરસાદ ખેંચાયો હતો પરંતુ હવે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે.
રાજસ્થાનના જિલ્લાઓમાં વરસાદના આંકડાઓની વાત કરીએ તો, સિરોહીમાં સામાન્ય કરતા ઓછા 66 ટકા સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અહીં સામાન્ય વરસાદનો આંકડો 661.2 mm છે, જ્યારે અત્યાર સુધી માત્ર 227.6 mm વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, બરન, જે સામાન્ય કરતાં 60 ટકા આગળ છે, રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં સામાન્ય વરસાદનો આંકડો 622.2 mm છે, જ્યારે અત્યાર સુધી 997.3 ટકા વરસાદ નોંધાયો છે.