પોઇચામાં આવેલું નીલકંઠધામ મંદીર, સ્વામિનારાયણ સંપ્રદાયના આ મંદીરની ખાસિયતો જાણીને ફરવા જવાનું મન થઇ જશે

ભારત દેશ તેની સંસ્કૃતિ અને ધર્મ માટે જાણીતો દેશ છે. આપણા દેશમાં વિવિધ સ્થળે અનેક મંદિરો આવેલા છે. આ મંદિર બનાવવમાં પાછળ ઘણો બધો ખર્ચ કરવામાં આવે છે. આ મંદિરો તેની કળા કારીગરીને કારણે દેશ ભરમાં પ્રખ્યાત છે. આજે આપણે આવા જ પ્રખ્યાત અને મનમોહક એવા મંદિર વિશે વાત કરીશું.

સ્વામિનારાયણ મંદિર નીલકંઠધામ જે પોઇચામાં આવેલું છે તે ખુબ જ અદભુત છે. નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના પોઇચા ગામમાં આવેલું છે. આ મંદિર નર્મદા નદીના કિનારે બનાવવામાં આવેલ છે. આ મંદિર અદભુત કલા અને કોતરણીથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર વડોદરાથી માત્ર 65 કિલોમીટરના અંતરે આવેલું છે.

નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર વૈદિક સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કૃતિને અનુરૂપ બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં નીલવર્ણ ધરાવતી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા સજ્જ છે. આ મંદિરમાં ધાર્મિકતાની સાથે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિના પણ દર્શન થાય છે જે આજની યુવાપેઢી માટે નવું શીખવા અને નવું જાણવા જેવું છે.

નર્મદા નદીના કિનારે 224 વર્ષ પહેલાં ભગવાન નીલકંઠે અહી સ્નાન કર્યું હતું અને એટલે જ આ મંદિરને એ સ્થળે બાંધવામાં આવ્યું છે. આ મંદિરનું બાંધકામ વર્ષ 2013 માં શરૂ થયું હતું. આ મંદિર અતિ વિશાળ અને ભવ્ય છે. આ મંદિર 23 એકરથી વધારે જમીનમાં ફેલાયેલું છે. મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે 3000 કરોડ કરતાં પણ વધારે ભગવાન સ્વામિનાાયણના મંત્ર જાપ કર્યા બાદ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.

આ જગ્યાને પરિશ્રમનું ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ભવ્યતાને જોવા માટે દિવાળીના વેકેશનમાં દૂર દૂરથી લોકો અહી આવે છે. નર્મદા નદીના કિનારે આવેલ આ મંદિરમાં સૌથી વિશેષ અહીંની સાંજની આરતી છે. જેમાં તમને હાથી પોતાની સૂંઢની મદદથી ઘંટડી વગાડતો નજરે પડશે.

આ મંદિરમાં ભગવાન વિષ્ણુ અને શેષનાગની ભવ્ય મૂર્તિઓ છે. તેમજ અહી ભગવાન ગણેશજી, હનુમાનજી અને સપ્તઋષિની પણ મૂર્તિઓ છે. તેમજ મંદિરના પટાંગણમાં આવેલા વિશાળ ફુવારાઓ લોકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત પણ ઘણું જોવાલાયક અહી જોવા મળે છે.

જો આરતીની વાત કરીએ તો અહી સવારે 5 વાગ્યે અને સાંજે 6 વાગ્યે આરતી કરવામાં આવે છે. આ મંદિર વડોદરાથી રાજપીપળાના રસ્તે નર્મદા નદીને કાંઠે પોઇચા ગામમાં આવેલું છે. આ મંદિરમાં આશરે 152 ફૂટ ઊંચી ભગવાનની મૂર્તિ આવેલી છે. ઉપરાંત આ મંદિરમાં બહારથી આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટેની તમામ સગવડો ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *