ગુજરાત માં આ તારીખ થી વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી, અંબાલાલ પટેલ ની આગાહી…
આ વર્ષે ગુજરાત માં વરસાદ ની ખેચ છે અને ઉત્તર ભારત ના રાજ્યો માં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાત નું જનમાનસ ચિંતા માં મુકાયું છે, હવામાન વિભાગ દ્વારા પણ થોડા દિવસો માં વરસાદ પડવાની શક્યતાઓ ઓછી હોવાનું કહેવાય છે, અને ધીરે ધીરે ગરમી પણ વધી રહી છે.
ત્યારે આજે ભાવનગર માં કેટલીક જગ્યાઓ પર વરસાદ આવતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી, અને ઘણા સમય થી વરસાદ ની રાહ જોતા લોકો અને ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઈ હતી,
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ધીમીધારે વરસાર પડ્યો હતો. જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, તાતણીયા, ખુંટવડા, બિલા, ઉગળવાણ વગેરે સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો. વાવણી બાદ લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી વરસાદ પાછો ખેચાયો છે ત્યારે છેલ્લા ૨ દિવસ થી ગુજરાત માં અમુક જગ્યાએ હળવો વરસાદ નોંધાયો છે તો લોકો માં આશા જાગી છે, ગઈ કાલે ભાવનગર અને આજે સવારે સુરત માં હળવા વરસાદ ના ઝાપડા નોંધાયા હતા જેથીહ વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગુજરાત ના જળાશયો માં પાણી નુ સ્તર નીચું જવાથી ગુજરાત માં જળસંકટ નો ભણકારા વાગી રહ્યા છે. હાલ ગુજરાત ના મોટા ભાગ ના ડેમો હાલ ખાલી થવાની કગાર પર આવી ગયા છે, અને રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમોમાં સાવ ઓછુ પાણી બચ્યું છે,
ક્યાં ડેમ ની શું છે હાલત: જે ડેમો પાણી ની સમસ્યા સર્જાઈ છે તે ડેમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 80 ડેમો એવા છે જેમાં 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે આગામી સમયમાં જો વારસાદ નહીં પડે તો ગુજરાતમાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે તેવા એંધાણ છે. રાજ્યના 4 ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જોવા મળી રહી છે. અને ઉત્તર ગુજરાતના 15 ડેમ એવા છે જેમાં સરેરાશ 24 ટકા પાણી બચ્યું છે. બીજી તરફ કચ્છના 20 ડેમમાં 22.88 પાણી બચ્યું છે.
એક સમાચાર પ્રમાણે ભાદર ડેમ માં માત્ર ૨૨% પાણી બચ્યું છે અને ગુજરાત ના ૧૬-૧૭ ડેમ એવા છે જેમાં માત્ર 1% પાણી જ બચ્યું છે જેણે સરકાર અને લોકો ની સમસ્યા માં વધારો કર્યો છે. બીજી તરફ ખેડૂતો પણ પાણી વગર પાક સુકાવા ના લીધે પાયમાલ બને એવી પરિસ્થિતિ છે.
બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાત માં ડેમો માં પાણી ની આવક સામે ચિંચાઈ માટે આપવામાં આવતા પાણી ની જાવક વધારે છે જેના લીધે જળસ્તર માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, હાલ ગુજરાત માં માત્ર ૫ ડેમો એવા રહ્યા છે જેમાં ૧૦૦% પાણી છે.
આજે અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. આ શ્રાવણ મહિનામાં મેઘરાજ મન મૂકીને વરસશે.
અંબાલાલ પટેલ એ દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ગુજરાતના ભારે વરસાદની શક્યતાને નકારી છે.જો કે, આજે શ્રાવણ માસના પહેલા જ સોમવારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. ઘણાં લાંબા સમયના વિરામ બાદ ઉમરગામ તાલુકામાં વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. સતત એક કલાક પડેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે, બીજા વીકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ સક્રિય થાય તો રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સિવાય ક્યાંય વરસાદ પડ્યો નથી. ત્યારે ખેડૂતો સારો વરસાદ ક્યારે પડશે, તેની રાહ જોઇને બેઠા છે. ત્યારે સારા વરસાદને લઈને ઓગસ્ટ મહિનાના બીજા વીકમાં સારા સમાચાર સામે આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બીજા વીકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ સક્રિય થાય તો રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે.