રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી ચાર દિવસમાં આ વિસ્તારને ધમરોળશે મેઘરાજા

ધીમા પડેલા ચોમાસા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, વાપી તથા સુરત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ગયા મહિનાની શરૂઆતમાં મેઘરાજ મન મુકીને વરસ્યા હતા. પરંતુ બાદમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન થતા રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અત્યાર સુધીમા રાજ્યમાં સિઝનનો કુલ 15.46 ટકા વરસાદ થઈ ચુક્યો છે. રાજ્યના 22 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ પછી રાજ્યમાં ચોમાસુ સક્રિય બનશે.ફરી એક વાર મેઘરાજા કરશે આગમન. ખેડૂતો માં ખુશી નો માહોલ પ્રસરશે .

રાજ્યમાં અત્યાર સુધી લગભગ 15 ટકા વરસાદ થઈ ચૂક્યો હોવા છતાંપણ હજુ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યા વાવણીલાયક વરસાદ થયો નથી. વાવણીલાયક વરસાદ થયો ન હોવાથી જગતતાત ખેડૂતો પણ ચિંતામાં છે. દરમિયાન હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાએ ખેડૂતો રાહતમાં શ્વાસ આપ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ માટે મજબૂત સિસ્ટમ બનવી જરૂરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમના કારણે રાજ્યભરમાં સારો વરસાદ થાય છે. હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ હળવા દબાણની સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં વરસાદ થઈ રહ્યો નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ 12 જુલાઈ પછી ચોમાસુ પ્રબળ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *