જાણો કેવી રીતે વૃંદાવનથી રાજસ્થાનના નાથદ્વારામાં પહોચ્યા ભગવાન શ્રી નાથજી, દ્વાપરયુગ સાથે જોડાયેલું છે કનેકશન
ભગવાન કૃષ્ણના દેશભરમાં હજારો મંદિરો ફેલાયેલા છે. જેમાં રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલું એક મંદિર છે જ્યાં તેઓ ‘શ્રીનાથજી’ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પર્વતીય ખડક પર રહેલ ભગવાન શ્રી કૃષ્ણનું આ સાચું સ્વરૂપ છે જે તેમણે ‘દ્વાપરયુગમાં’ દેવરાજ ઇન્દ્રથી વૃંદાવનના લોકોને બચાવવા માટે ધર્યું હતું. બાલ કૃષ્ણએ લોકોને દેવરાજ ઇન્દ્રના ડરથી બચાવવા લોકોને ગાયની પૂજા કરવા કહ્યું હતું.
આથી ગુસ્સે ભરાયેલા ઇન્દ્રે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ વરસાવી સમગ્ર ગોકુળ શહેરને ડૂબી જવાની સ્થિતિ પર લાવી દીધું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને આંગળી પર ઊંચો કર્યો અને તેની નીચે બધા લોકોએ આશ્રય લીધો. ત્યારે ગોવર્ધન પર્વતના ખડક પર ભગવાન શ્રીકૃષ્ણની છબી ‘તેજ સાથે’ દેખાઈ હતી. હજારો વર્ષો પછી આ પથ્થર તૂટી ગયો. ગોકુળમાં રહીને અનેક દિવસોથી ભક્તિમાં ડૂબેલા સ્વામી વલ્લભાચાર્યની આ શ્રદ્ધા જોઈને પ્રભુએ પોતાની ખંડિત છબીને સંપૂર્ણપણે પ્રગટ કરી.અને રાજસ્થાન ના નાથદ્વારા શ્રી નાથજી બિરાજમાન થયા .
સત્તરમી સદીમાં જ્યારે મુઘલ સમ્રાટ ઔરંગઝેબે હિન્દુ મંદિરોનો નાશ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિક ભક્તોએ શ્રીનાથજીની પવિત્ર પ્રતિમા લીધી અને સલામત વિસ્તારની શોધમાં નીકળ્યા. એવામાં મેવાડના શિહાદ ગામમાં ભગવાનની મૂર્તિ ખાડામાં ઢળી પડી હતી. આ ઘટના બાદ તે સમયે પસંદગીના સ્થળે શ્રીનાથજીનું મંદિર સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શ્રીનાથજીનું મંદિર દિવસમાં 8 દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે. તેને ચોક્કસ સમય માટે ખોલવામાં આવે છે. આની પાછળ પણ એક ખાસ કારણ છે. માન્યતા મુજબ બાલ કૃષ્ણ બાળપણમાં એટલા આકર્ષક અને તેજસ્વી હતા કે તેમની આસપાસની મહિલાઓ (ગોપીઓ) તેમને જોવાની ઝંખનામાં વારંવાર નંદ બાબાના ઘરે આવતી હતી.
ગોપાલના ભોજન અને આરામમાં અવરોધ આવશે એમ વિચારી યશોદા માતાને આ વાત બિલકુલ પસંદ નહોતી. તેથી તેમણે બાલ ગોપાલને મળવાનો સમય નક્કી કર્યો. આ આધારે દિવસના નિર્ધારિત સમયે મંદિરનો દરવાજો પણ ખોલવામાં આવે છે. ભારત ઉપરાંત શ્રીનાથજીના મંદિરો રશિયા, મધ્ય એશિયાઈ વોલ્ગા ક્ષેત્ર, પાકિસ્તાનમાં ડેરા ગાઝી ખાન, ભારતમાં ગોવા અને અમેરિકામાં ન્યૂ જર્સી સહિત આઠ સ્થળોએ સ્થિત છે.