17 વખત લૂંટાયા બાદ પણ આ રીતે આજે અડીખમ ઉભુ છે સોમનાથ મંદિર, 99 ટકા લોકો મંદિરના આ રહસ્યો નથી જાણતા
પ્રાચીન માન્યતાઓ અનુસાર સોમનાથ મંદિર સત્યયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર ત્યારબાદ ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું . ચંદ્રએ દક્ષ પ્રજાપતિના શ્રપમાંથી મુક્ત થવા સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી.
આજે આ મંદિર હજારો વર્ષો જૂનું અને હિન્દુ ધર્મ માટે પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. આજથી લગભગ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી સોમનાથનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર મોજુદ હતું. આ મંદિરમાં 56 સ્તંભો પર સોનું, હીરા અને રત્નો જડેલા હતા. જે ખુબ જ આકર્ષક છે.. મહાદેવને અભિષેકનું જળ ગંગામાંથી અને કમળનું ફૂલ કાશ્મીરમાંથી લાવવામાં આવતું હતું.
સોમનાથના વૈભવનું કારણ એ હતું કે એ સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વ્યાપારનું કેન્દ્ર હતું. મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા, ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી અને લગભગ 1000 જેટલા પૂજારીઓ હંમેશા ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા.
ત્યારબાદ મૈત્રક વંશના રાજાઓ દ્વારા સોમનાથનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ પછી સિંધના મુસ્લિમ સુબેદારે આ મંદિર તોડી પાડ્યું.અને ત્યાર પછી પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ પછી મહમૂદ ગઝની પોતાના 5000 સાથીઓ લઈને સોમનાથ મંદિર લૂંટયું હતું.
ત્યારબાદ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો અને આ મંદિર લાકડાનું બનાવ્યું હતું. પથ્થરનું મંદિર 1868 માં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને લૂંટવાનું અને હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે. આ મંદિર લગભગ 17 વખત લૂંટાયું છે.તેમ છતાં આજે એમ નું આમ અડીખમ ઉભું જોવા મળે છે .
મંદિરની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ નગરશૈલીમાં નિર્માણ થયેલ આ પ્રથમ મંદિર છે. ધર્મ અને ધર્મ સ્વાતંત્ર્યની રક્ષા કાજે લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે. સોમનાથની રક્ષા માટે કેટલાય ભયંકર યુદ્ધ થયા.
13 નવેમ્બર, 1947 ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ, દિગ્વિજયસિંહ, સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી, કનૈયાલાલ મુનશી અને કાકાસાહેબ સોમનાથ આવી દરિયામાંથી પાણી લઈને ફરીથી સોમનાથનું ભવ્ય મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા કરી હતી. 8 મે, 1950 ના રોજ રાજા દિગ્વિજયસિંહે સોમનાથની પ્રથમ આધારશીલા મૂકી હતી અને 11 મે, 1951 માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી. મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે.
આ મંદિરની ઉંચાઇ 155 ફૂટ છે. ગર્ભગૃહ એકમાળ, શિખરના ભાગ સુધી સાત માળ, સભાગૃહ અને નૃત્ય મંડપ ત્રણ માળનો છે. એના ત્રીજા માળ પર 1000 જેટલી નાની-નાની કળશો બનાવવામાં આવી છે.જે ખુબ જ લીક પ્રિયા છે . સોમનાથના સ્થાપના દિવસે, શ્રાવણ માસમાં, શિવરાત્રી અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમજ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અતિથિગૃહમાં 500 થી વધુ રૂમ ની સગવડ પુરી પાડવામાં આવી છે તથા ચાર જેટલા ભોજનાલયની સુવિધા ઉપલબ્ધ છે.