મેઘમહેર : તો આખરે આવી જ ગયો, આ તારીખ થી વરસાદ નું ગુજરાત માં આગમન, હવામાન વિભાગે કરી આગાહી ….
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “થોડા દિવસોમાં ચોમાસું ફરી શરૂ થઈ શકે છે. આગામી 17 મી પછી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. એક કે બે દિવસ પછી 20-21 ઓગસ્ટના રોજ સારો વરસાદ થશે. તેમજ ઉત્તર ગુજરાત સારો વરસાદ રહેશે
રાજ્યના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં ગુજરાતમાં 46% વરસાદની ઘટ અનુભવી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં વરસાદના કારણે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 મી ઓગસ્ટથી ચોમાસું ફરી સક્રિય થશે. રાજ્યમાં 17 ઓગસ્ટથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ 15 ઓગસ્ટથી શરૂ થશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 18 થી 24 ઓગસ્ટ વચ્ચે સારા વરસાદની આગાહી કરી છે
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે સારો વરસાદ થશે. ત્યારે જુલાઈમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ થયો નથી.ત્યારે હવે ઓગસ્ટમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષની સરખામણીમાં આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મધ્યમ વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 ઇંચ સાથે મોસમનો સરેરાશ 37 ટકા વરસાદ થયો છે. વર્ષ 2017 થી 2020 માં 9 ઓગસ્ટ સુધી 50 ટકાથી વધુ વરસાદ થયો છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 15 અને 16 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં વરસાદી વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તા. 18 થી 24 તારીખ સુધી ગુજરાતના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે.