કાલ થી જ ગાજ-વીજ સાથે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી
મિત્રો રાજ્યમાં ચોમાસાનું પ્રારંભે વહેલું થયું હતું. પણ કેટલાય સમયથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદ પડી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ દર્શાવવામાં આવી છે.પરંતુ રાજ્યમાં અત્યાર સુધી આ સિઝનમાં છેલ્લા 7 વર્ષની સરખામણીએ લગભગ સૌથી સાધારણ વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 15 મી ઓગસ્ટ પછી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 15 અને 16 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાને કારણે ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે તેમ છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદના લાંબા વિરામ બાદ પણ ચોમાસુ સારુ રહેશે.
મિત્રો 15 ઓગસ્ટ પછી વરસાદના સારા એંધાણ છે તેવુ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.જગતના તાતમાં ચિંતાનો માહોલ: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વરસાદના અભાવને કારણે ખેતીના પાકમાં મુખ્યત્વે કપાસ અને મગફળીમાં રોગ આવવાની સંભાવના છે તો વિભાગ તરફથી પગલાં લેવાની તકેદારી અને ખેડૂતોને પણ પાકની યોગ્ય કાળજી રાખવા હવામાનશાસ્ત્રીએ અનુરોધ કર્યો છે. હવામાનશાસ્ત્રીનું કહેવું છે કે હવે પછી થનારા વરસાદના કારણે કૃષિના ખરીફપાકને સારો ફાયદો થવાની આશા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માત્ર 4 તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
મિત્રો જણાવી દઈએ કે 26 તાલુકામાં 9.72 ઈંચથી 39.37 ઈંચ, 100 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 94 તાલુકામાં 4.96 ઈંચથી 9.84 ઈંચ, 25 તાલુકામાં 2 ઈંચથી 4.92 ઈંચ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ 1.96 ઈંચથી પણ ઓછું છે.ભારતીય હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટ બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. 24 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉપરાંત હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે સપ્ટેમ્બર માસમાં ખુબજ સારો વરસાદ થશે જેથી ખરીફ પાક સારો થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત સહિતના અનેક પથંકમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ હવામાન નિષ્ણાતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થતાની શક્યાતાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે સારા વરસાદના એંધાણ આપ્યા છે. તેમજ ખેડૂતોને ઓગસ્ટમાં વરસાદથી લાભ થશે તેવું પણ જણાવ્યું છે.બીજી તરફ રાજ્યાના હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી.