આવનારા ૨ દિવસ સુધી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી, અહિયાં પડ્યો ધોધમાર વરસાદ જાણો

ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજ્યના કુલ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં મહત્તમ 4 ઇંચ અને નવસારીમાં માત્ર એક કલાકમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરત શહેરમાં 3 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ સાંજે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અંદાજે બે ઇંચ વરસાદ પડયો હતો. સોમનાથમાં સોત્રાપાડામાં 1 ઇંચ જ્યારે વેરાવળ-ઉના-કોડીનારમાં અડધો ઇંચ અને ગીરગઢડામાં વરસાદ નોંધાયો હતો. માંગરોળમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો અને શહેરમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા હતા. સુરત શહેરમાં સવારે 9 થી સવારે 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. બે થી ત્રણ કલાકમાં 2.5 ઇંચ વરસાદથી રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. શહેર ઉપરાંત ઓલપાડ તાલુકામાં 3 ઇંચ અને માંગરોળ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરતની સાથે નવસારીમાં પણ એક કલાકમાં ઇંચ અને વલસાડના કપરાડામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જો કે, હવામાન વિભાગ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા રાખે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરતા હવામાન વિભાગનો અંદાજ છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદમાં 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે અને હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર પછી સારા વરસાદની આગાહી કરી છે.

ક્યારે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી :

6 સપ્ટેમ્બર: પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

10 સપ્ટેમ્બર: મંગળવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના. જેમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

11 સપ્ટેમ્બર: બુધવારે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરુચ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે છે

બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાના એંધાણ :

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સક્રિય થશે. આ લો પ્રેશર આઠમી સપ્ટેમ્બર સુધી ડિપ્રેશન કે પછી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. જેના પગલે ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આઠમી સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી જ છે. પરંતુ જો બંગાળની ખાડામાં લો પ્રેશર સક્રિય થઈને ડિપ્રેશન કે પછી વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થાય છે તો 8થી 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી 10 દિવસ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. હાલ ગુજરાતમાં અંદાજે 41 ટકા વરસાદની ઘટ છે. જો આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ પડે છે તો આ ઘટ ઓછી થઈ શકે છે.

ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદ :

ઝોન પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી 4 સપ્ટેમ્બર સુધી પડેલો વરસાદ જોઈએ તો રાજ્યમાં સરેરાશ 49.78% વરસાદ પડ્યો છે. કચ્છમાં 218.90 મિલી મીટર સાથે સરેરાશ 49.49% વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 277.88 મિ.મી. વરસાદ સાથે 38.78% સરેરાશ વરસાદ થયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 358.47 મિ.મી. સિઝનનો સરેરાશ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ટકાવારી 44.46% છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધી 344.05 મિ.મી. વરસાદ સાથે 49.11 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 828.68 મિ.મી વરસાદ પડ્યો છે. અહીં અત્યારસુધી સિઝનનો 56.69% વરસાદ પડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *