ખતરો: ગુજરાતમા ‘વાવાઝોડા’ની શરૂઆત આ વિસ્તારો મા ભારે પવન શરુ સાવચેતી રાખવા લોકો ને કરવામાં આવી અપીલ
સૌરાષ્ટ્ર & કચ્છ: હાલ નું વેલ માર્કેડ લો પ્રેશર વિદર્ભ આસપાસ છવાયેલ છે.જે દક્ષિણ મધ્ય ગુજરાત થઇને ઉતર સૌરાષ્ટ્ર પરથી પસાર થશે.ઉતર સૌરાષ્ટ્ર લાગુ કચ્છ ની ખાડી નજીક પહોંચતા સિસ્ટમ વધુ મજબુત બની શકે છે.
બાદ અરબ સાગર તરફ ગતિ ક્રમશઃ આગળ જતા ફરી ઉતરોતર મજબુત બનીને વાવાજોડા માં ફેરવાશે.આવતા બે દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં મધ્યમ ભારે થી અતિભારે થી વધુ વરસાદ ની શક્યતા.
આવતી કાલ વહેલી સવાર થી તા.30 ના બપોર સુધી ખાસ સાચવવુ.હવે જેમ જેમ સમય જશે એમ વરસાદ ના વિસ્તારો અને માત્રા વધવા માં રહેશે.ખાસ ઉતર,મધ્ય,અને પશ્ર્ચિમ સોરાષ્ટ્ર અને તેને લાગુ ઘણા વિસ્તારો માં વરસાદ ના આંકડા ડબલ ડીઝીટ માં જોવા મળી શકે છે.એ પવનો નુ પણ જોર રહી શકે છે. વિસ્તાર મુજબ 30km થી 50/60km સુધી ના પવનો ફુંકાઇ સકે છે….
મોરબી રાજકોટ સુ.નગર જામનગર જીલ્લા ઉપરાંત લાગુ જીલ્લા ના વિસ્તારો ને તકેદારી રાખવી.
બાકી ના વિસ્તારો માં પણ મધ્યમ ભારે કે તે અમુક વિસ્તાર માં એથી વધુ વરસાદ જોવા મળશે.(મોરબી જીલ્લા ના વિસ્તાર આસપાસ થી સિસ્ટમ પસાર થાય એમ છે.)
હાલ મા જ મળેલી માહીતી મુજબ ગુજરાત નાં ઘણાં વિસ્તારો મા સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાવાનૉ શરુ થઈ ચુક્યો છે જે કાલ સવાર સુધી મા વધું ઝડપ પકડી શકે એમ છે.
મળેલી માહીતી મુજબ બોટાદ, લાઠીદળ અને મોરબી આસપાસ નાં વિસ્તારો મા ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદ ની શરૂઆત થઈ ચુકિ છે ત્યારે આવતી કાલે સવાર સુધી મા પરિસ્થિતિ વધું કથળી શકે એમ છે. જેને પગલે સાવચેત રહેવા અપીલ કરાય છે.
આવતાં 5-6 કલાક દરમિયાન ગુજરાત મા સુરત, નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટ મા અતિભારે વરસાદ ની આગાહી આપવામા આવી છે.