48 કલાકમાં આ 9 રાશીઓની કિસ્મતમાં થશે મોટો બદલાવ , મળશે ખુશખબરી અને લાભ

મેષ : પોઝિટિવઃ- આજનો દિવસ તમારા માટે કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા લાવી રહ્યું છે. તમે તમારી પ્રતિભા તથા બૌદ્ધિક ક્ષમતા દ્વારા થોડા ઉત્તમ કાર્ય કરી શકશો, લોકો આશ્ચર્યચકિત થઈ જશે. સમાજ તથા નજીકના સંબંધીઓમાં તમારી સફળતાના વખાણ થશે.

નેગેટિવઃ- સંબંધીઓ સાથે હળતી-મળતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાત ફરી ઊભી ન થાય, નહીંતર સંબંધોમાં વધારે અંતર આવી શકે છે. વિદ્યાર્થીઓનું મન તેમના અભ્યાસથી દૂર થઈ શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધો મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક વિચારોને હાવી થવા દેશો નહીં.

વૃષભ : પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે, તેનું ભરપૂર સન્માન તથા સદુપયોગ કરો. બધા મહત્ત્વપૂર્ણ કામ સરળતાથી બનતા જશે. ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રા પણ થઈ શકે છે.

નેગેટિવઃ- વર્તમાન ગતિવિધિઓ ઉપર કોઈપણ જૂના વિવાદ હાવી થવા દેશો નહીં. કેમ કે આ સમયે કોઈ પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની શકે છે. તમારા ગુસ્સા અને કડવા વચન ઉપર અંકુશ જાળવી રાખો.

વ્યવસાયઃ- કંસલ્ટેન્સી તથા પબ્લિક ડીલિંગને લગતા લોકો પોતાના કામને વધારે ગંભીરતાથી લે

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાતાવરણમાં ફેરફારના કારણે એલર્જી અને ઉધરસ જેવી ફરિયાદ રહી શકે છે.

મિથુન : પોઝિટિવઃ- સ્થાન પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો તો આજે તેને લગતી કાર્યવાહી શરૂ કરવાનો ઉત્તમ સમય છે. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી તમારા સ્વાસ્થ્ય અને પર્સનાલિટીને વધારે નિખારશે.

નેગેટિવઃ- બાળકોની સંગત અને ગતિવિધિઓનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ નજીકના સંબંધીઓ સાથે રૂપિયાની લેવડ-દેવડે લઇને સંબંધ ખરાબ થઈ શકે છે. એટલે સાવધાન રહો. યુવાઓ પોતાના કરિયર પ્રત્યે બેદરકારી ન કરીને પોતાના લક્ષ્ય પ્રત્યે કેન્દ્રિત રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડા થાક અને આળસની સ્થિતિ બની શકે છે.

કર્ક : પોઝિટિવઃ- વેપાર તથા પરિવારમાં યોગ્ય વ્યવસ્થા તથા અનુશાસન જાળવી રાખવામાં તમારી ખાસ કોશિશ રહેશે અને તમે સફળ પણ થશો. તહેવારની મોજ-મસ્તી પછી હવે બાળકોનું ધ્યાન ફરી અભ્યાસ તરફ આકર્ષિત થઈ શકે છે.

નેગેટિવઃ- કોઈ વસ્તુના ખોવાઈ જવા કે રાખીને ભૂલી જવાથી તણાવ રહી શકે છે. પરંતુ ચિંતા ન કરો, વસ્તુ તમને મળી જશે. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવવાથી દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહી શકે છે.

વ્યવસાયઃ- કામ વધારે રહેવાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.

સિંહ : પોઝિટિવઃ- આ સમયે ભાવુકતાની જગ્યાએ હ્રદયથી કામ લેવું, નહીંતર તમે કોઈની વાતોમાં આવીને તમારું જ નુકસાન કરી શકો છો. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને કોઈ ગંભીર અને લાભદાયક ચર્ચા થઈ શકે છે, જે તમારા હિતમાં રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારું ચીડિયાપણું તથા દખલ પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે બધાને તેમની યોગ્યતા પ્રમાણે કામ કરવાની સ્વતંત્રતા આપવી જરૂરી છે. ખોટા ખર્ચના કારણે ધનને લગતી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલં લોકો આ સમયે સારી સફળતા પ્રાપ્ત કરશે.

લવઃ- ઘર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં તમે સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કન્યા : પોઝિટિવઃ- ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓને લગતા કાર્યોમાં તમને યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમના કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ- ઘરમાં બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. તેમના ઉપર વધારે અંકુશ રાખવું અને ગુસ્સો કરવો તેમને જિદ્દી બનાવી શકે છે તથા ઘરના વાતાવરણને પણ દૂષિત કરી શકે છે. જૂના નકારાત્મક મુદ્દા ઊભા ન કરીને વર્તમાન ગતિવિધિઓ ઉપર જ કામ કરશો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક દૃષ્ટિથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઈ શકે છે.

તુલા : પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને સફળતા સામે તમારા વિરોધી પરાજિત થશે. તેમના દ્વારા કરવામાં આવતી કોઈપણ નકારાત્મક ગતિવિધિ સફળ થશે નહીં. તમારી બધી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ- તમારી વધારે આકાંક્ષાઓને જલ્દી પૂર્ણ કરવાની કોશિશમાં કોઈ ખોટું કામ ન કરશો. કેમ કે આવું કરવું તમારી બદનાનીનું કારણ બની શકે છે. વિદ્યાર્થી પણ ખરાબ પ્રવૃતિના મિત્રોથી દૂર રહો, કેમ કે તેની ખરાબ અસર તેમના અભ્યાસ અને કરિયર ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્ર સાથે-સાથે માર્કેટિંગ અને પોતાના સંપર્ક સંબંધ મજબૂત કરવામાં પણ સમય લાગશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ થઈ શકે છે.

વૃશ્ચિક : પોઝિટિવઃ- પ્રોપર્ટીને જોડાયેલાં કોઈપણ મામલાઓને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે, ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. મોટાભાગના કામ સમયે પૂર્ણ થવાથી મનમાં સુકૂન પ્રાપ્ત થઈ શકે છે. તમે નવા આત્મવિશ્વાસ સાથે થોડી નવી નીતિઓને પૂર્ણ કરવામાં પણ જોડાશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈની વાતોમાં આવીને તમે કોઈ ખોટો નિર્ણય પણ લઈ શકો છો. આ સમયે તમારી કાર્યક્ષમતા તથા યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. સાથે જ તમારા ગુસ્સા ઉપર પણ કાબૂ રાખવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનતની જગ્યાએ વધારે સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

ધન : પોઝિટિવઃ- આજે કોઈપણ કામમાં ઉતાવળ અને બેદરકારી ન કરો. કોઈપણ કાર્ય કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો, તેનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. ઘરમાં વડીલોનો પણ પ્રેમ અને આશીર્વાદ જળવાયેલો રહી શકે છે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. કોઈ બહારના વ્યક્તિની વાતોમાં આવશો નહીં. ઘરના વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહનું પાલન કરો. રૂપિયા ઉધાર આપતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરી લો.

વ્યવસાયઃ- વેપારમાં પ્રોડક્શન સાથે-સાથે તેની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

મકર : પોઝિટિવઃ- વધારે કામમાંથી થોડો બ્રેક લઈને જીવનમાં નવીનતા લાવવા માટે તમારા રસના કાર્યોમા થોડો સમય પસાર કરો. મિત્રો તથા સંબંધીઓ સાથે મુલાકાત કરવામાં પણ સુખમય સમય પસાર થશે. કોઈ જગ્યાએથી અટવાયેલું પેમેન્ટ આવવાના કારણે સુખમાં વધારો થઈ શકે છે.

નેગેટિવઃ- ઘર તથા બાળકોને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં ગુસ્સાની જગ્યાએ સંયમ અને સમજદારીથી કામ લેવું. તેનાથી તમારી સમસ્યાઓ ખૂબ જ ઉકેલાઈ જશે. ધ્યાન રાખો કે ઘરના વડીલોનું પણ માન-સન્માન જળવાયેલું રહેશે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં વધારે ધૈર્ય અને પારદર્શિતા રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઇને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

કુંભ : પોઝિટિવઃ- આ સમયે લોકો પાસેથી સલાહ લેવાની જગ્યાએ પોતાના હ્રદયનો અવાજ સાંભળો, તમને ચોક્કસ જ યોગ્ય રાહ મળશે. નિર્ણય લેવામાં પણ સરળતા રહેશે. જો કોઈ જગ્યાએ રૂપિયા ઉધાર આપેલાં છે તો આજે વસૂલ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની યાત્રા કે મિત્રો સાથે મેલજોલના પ્રોગ્રામને ટાળવું. કેમ કે તેમાં સમય ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં. કોઈ સાથે વિવાદ થઈ શકે છે. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી શાંતિથી તેમને સમજાવો

વ્યવસાયઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે તમે કામ ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- તમારી વ્યક્તિગત પરેશાનીઓને પારિવારિક જીવન ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તથા માઇગ્રેઈનની સમસ્યા પરેશાન કરી શકે છે.

મીન : પોઝિટિવઃ- આજે જે પણ પ્લાનિંગ કરશો, તેને પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. ફોન દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. કોઈ ઉત્સવ સમારોહમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ખર્ચ વધારે રહેવાના કારણે મન થોડું પરેશાન રહી શકે છે. ઓનલાઇન શોપિંગ કરતી સમયે પેમેન્ટ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો, નહીંતર કોઈ દગાબાજી થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમના કોઈ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી નિરાશા અને તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય ખૂબ જ ગંભીરતાથી કરવું પડશે.

લવઃ- લગ્નજીવનમાં કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *