આજથી આ 5 રાશીઓની કિસ્મતમાં થશે મહાબદલાવ ,મળશે સુખ સંપત્તિ અને લાભ,નહિ રહે કોઈ વાત ની કમી

મેષ : પોઝિટિવઃ- તમારી ઉદારતા અને ભાવુકતાભર્યા સ્વભાવથી લોકો પ્રભાવિત થશે. બહારની ગતિવિધિઓ તથા મિત્રો સાથેના સંપર્ક વધારે મજબૂત કરો, તમારા માટે થોડી લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઘરની સુખ-સુવિધાઓને લગતા કાર્યોમાં પણ સમય સારો પસાર થશે.
નેગેટિવઃ- કોઈ વ્યક્તિ ઈર્ષ્યાની ભાવનાથી તમારા અંગે થોડી અફવાહ ફેલાવી શકે છે. જેનો પ્રભાવ તમારા માન-સન્માન ઉપર નકારાત્મક પડશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ ડીલ કરતી સમયે પણ તેના અંગે પહેલાં યોગ્ય તપાસ કરી લેવી.
વ્યવસાયઃ- હાલ વ્યાપારિક ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારના પરિવર્તનની કોશિશ ન કરો
લવઃ- જીવનસાથી સાથે સહયોગાત્મક તથા ભાવનાત્મક સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ- વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વૃષભ : પોઝિટિવઃ- આ દિવસોમાં તમારે તમારા વ્યક્તિત્વને નિખારવામાં વધારે મહેનત કરવાની છે. તમારી બોલચાલની રીત પણ પ્રભાવશાળી બની રહી છે. તમારા આ ગુણ તમારા આર્થિક અને વ્યવસાયિક મામલે વધારે સફળતા પ્રદાન કરશે.
નેગેટિવઃ- ક્યારેક તમારા અંગે વધારે વિચારવું અને થોડો સ્વાર્થ રહેવાના કારણે સંબધો ખરાબ થઈ શકે છે. જો આ ગુણનો પોઝિટિવ ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
વ્યવસાયઃ- આજે પેમેન્ટ કલેક્ટ કરવા માટે દિવસ ઉત્તમ છે.
લવઃ- ઘરમા મહેમાનોની અવરજવરથી સુખમય વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- જે લોકોને ડાયાબિટીઝ તથા બીપીની સમસ્યા છે તેમણે બેદરકારી ન કરવી

મિથુન : પોઝિટિવઃ- પારિવારિક સુખ-સુવિધાઓ અને શોપિંગમાં સમય પસાર થશે. ખર્ચ વધારે રહેશે. તેની ચિંતા ન કરીને ઘરના સભ્યોના સુખને પ્રાથમિકતા આપો. આર્થિક રોકાણને લગતા મામલાઓ અંગે પણ યોજના બનશે.
નેગેટિવઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યને લઈને તેમની નિયમિત દેખરેખ અને સેવા જરૂરી છે. તમારા મનોરંજન અને આમોદ-પ્રમોદમાં વ્યસ્ત રહેવાના કારણે તેમને ઇગ્નોર ન કરો
વ્યવસાયઃ- વ્યવસાય સ્થળના ઇન્ટીરિયર કે દેખરેખમાં થોડો ફેરફાર લાવો
લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ઘર તથા વેપાર બધાની જવાબદારીઓ તમારા ઉપર રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

કર્ક : પોઝિટિવઃ- ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકના સાધન પણ મળવાથી ખર્ચની ચિંતા રહેશે નહીં. શેરબજાર કે કોઈ પોલિસી વગેરેમાં રોકાણ કરવું લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓનું હવે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે.
નેગેટિવઃ- ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના ઊભી થવાથી બનતા કામ ખરાબ થઈ શકે છે. એટલે પોતાના સ્વભાવમાં સહજતા જાળવી રાખવી અતિ જરૂરી છે. વધારે પ્રેક્ટિકલ પણ થવું સંબંધોને ખરાબ કરી શકે છે.
વ્યવસાયઃ- વેપારમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- ગરમી અને બાફના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન રહી શકે છે

સિંહ : પોઝિટિવઃ- જો પ્રોપર્ટીને વેચવાને લગતી જે યોજના ચાલી રહી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. કોઈ અજાણ વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. કોર્ટને લગતા મામલાઓ અને પેપર્સને સાચવીને રાખો. થોડી પણ બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે. કોઈપણ અસમંજસની સ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં વિચારશો નહીં.
વ્યવસાયઃ- આજે બધા કામ યોગ્ય રીતે ચાલતા રહેશે.
લવઃ- કુંવારા વ્યક્તિઓ માટે કોઈ સારો સંબંધ આવવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે
સ્વાસ્થ્યઃ- ભાગદોડના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

કન્યા : પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તથા તમારું ભાગ્ય તમને સહયોગ કરી રહ્યું છે. તેમનો ઉપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર આધારિત છે. પરિવારમાં કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે.
નેગેટિવઃ- ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા માટે જ પરેશાની ઊભી કરી શકે છે. તમારા વિચાર પોઝિટિવ રાખો. આજે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળવું યોગ્ય રહેશે. દુર્ઘટનાના પણ યોગ બની રહ્યા છે.
વ્યવસાયઃ- દૂરના ક્ષેત્રોથી વ્યવસાયિક ગતિઓ ફરી શરૂ થઈ શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- વાહનથી ઈજા પહોંચી શકે છે.

તુલા : પોઝિટિવઃ- સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યાને લઈને મિત્રો પાસેથી યોગ્ય સલાહ અને મદદ પ્રાપ્ત થશે. તમારો તણાવ પણ દૂર થશે. રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રમાં તમારી ઓળખ વધશે.
નેગેટિવઃ- ક્યારેક વધારે કામના ભારને લીધે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. થોડું ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. યુવાઓને ખરાબ આદત અને સંગતથી દૂર રાખવા જરૂરી છે.
વ્યવસાયઃ- વેપારમાં પરિવર્તનને લગતી જે યોજના બની રહી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો.
લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ક્યારેક કામના ભારને લીધે તણાવ રહી શકે છે.

વૃશ્ચિક : પોઝિટિવઃ- પ્રોપર્ટી સાથે જોડાયેલાં કોઈપણ મામલે સફળતા પ્રાપ્ત થશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થવાથી મનમાં સુકૂન રહેશે. તમે એક નવા આત્મવિશ્વાસ સાથે થોડી નવી નીતિઓને પૂર્ણ કરવામાં જોડાયેલાં રહેશો.
નેગેટિવઃ- ક્યારેક તમારો આક્રમક સ્વભાવ તમારા માટે જ પરેશાનીઓ ઊભી કરી શકે છે. થોડા સંબંધ પણ ખરાબ થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા તમારા ઉપર નિર્ભર કરે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે મહેનત પ્રમાણે વધારે સફળતા પ્રાપ્ત થશે.
લવઃ- જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

ધનુ : પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો રોજિંદાના તણાવથી મુક્તિ મેળવવાનું ઉત્તમ સાધન છે. તમારો રસ આ કાર્યોમાં વધી શકે છે. જો પ્રોપર્ટી કે વાહન ખરીદદારીની કોઈ યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી કામ કરો.
નેગેટિવઃ- કોઈપણ જગ્યાએ સહી કરતી સમયે સાવધાની રાખો. તમારી થોડી પણ બેદરકારી વધારે નુકસાનનું કારણ બની શકે છે. આર્થિક ગતિવિધિઓ પણ હાલ મંદ જ રહી શકે છે.
વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં વેપારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

મકર : પોઝિટિવઃ- કોઈ પ્રિય મિત્રની મુશ્કેલીઓમાં તેમની મદદ કરવાથી તમને હાર્દિક સુખ પ્રાપ્ત થશે. ઘણાં સમયથી નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધર થવાથી બધા સભ્યો ખૂબ જ વધારે આનંદિત રહેશે.
નેગેટિવઃ- સંતાનના કરિયરને લગતી કોઈ અસફળતાના કારણે મન નિરાશ રહેશે. આ સમયે બાળકોનું આત્મબળ જાળવી રાખવું જરૂરી છે. તેની અસર તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ પડી શકે છે.
વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમે વધારે ધ્યાન આપી શકશો નહીં.
લવઃ- કોઈ બહારના વ્યક્તિની દખલના કારણે પતિ-પત્ની તથા પરિવારમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- ઉધરસ અને ગળું ખરાબ થવા જેવી પરેશાની રહી શકે છે.

કુંભ : પોઝિટિવઃ- વધારે ભાવુકતા અને ઉદારતા જેવા સ્વભાવના કારણે કોઈ અન્ય વ્યક્તિ તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. દરેક કામને પ્રેક્ટિકલ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. સંતાન પક્ષ તરફથી પણ કોઈ સંતોષજનક પરિણામ મળવાથી મનમાં સુકૂન રહેશે.
નેગેટિવઃ- આ સમયે મહેનત વધારે અને લાભ ઓછો મળી શકે છે. ચિંતા લેવાથી તેનો કોઈ ઉકેલ મળી શકશે નહીં. યોગ્ય સમયની રાહ જુઓ. પોતાની કોઈ જિદ્દના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો.
વ્યવસાયઃ- આ સમયે પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલાં કામ સફળ રહી શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે થોડો વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- કસરત અને પ્રાણાયમમાં પણ સમય આપવો.

મીન : પોઝિટિવઃ- સંબંધીઓ અને પાડોસીઓ સાથે સંબંધ સારા જળવાયેલાં રહી શકે છે. કોઈ ઈશ્વરીય શક્તિનો આશીર્વાદ તમને મળી શકે છે. તમારી કાર્યકુશળતા અને ક્ષમતાના વખાણ થઈ શકે છે. રચનાત્મક કાર્યમાં પણ સમય પસાર થશે.
નેગેટિવઃ- ઘરના કોઈ સભ્યના લગ્નજીવનને લઈને થોડી પરેશાની ઊભી થઈ શકે છે. જેના કારણે પરિવારમાં થોડો તણાવ રહી શકે છે. નકારાત્મક વાતાવરણના કારણે હાલ આવકના સાધનમાં સુધારની આશા નથી.
વ્યવસાયઃ- આ સમયે મહેનત વધારે અને તેનું પરિણામ ઓછું મળી શકે છે.
લવઃ- તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનો પરિવારની દેખભાળ પ્રત્યે સંપૂર્ણ સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી અંદર ઊર્જા અને આત્મબળની ખામી રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *