આજે પણ આ મંદિરમાં ધબકે છે ભગવાન કૃષ્ણનું હદય, હદયને હાથમાં લેનાર પુજારીએ જણાવી કહાની
ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ સાથે જોડાયેલી કહાની ભાગ્યે જ કોઈ જાણતું હશે. મિત્રો, મહાભારત માત્ર કૌરવોના અંત માટે જ જાણીતું નથી પરંતુ અહીંથી ભગવાન શ્રી કૃષ્ણનો અંત થવાનું શરુ થયું હતું. શ્રીમદ ભગવદ ગીતામાં જણાવ્યા અનુસાર પુત્ર દુર્યોધનના મૃત્યુથી દુખી થયેલા ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને મૃત્યુનો શ્રાપ આપ્યો હતો. તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપતા કહ્યું હતું કે એના વંશનો નાશ થઈ જશે.
શ્રી કૃષ્ણ જ્યારે વનમાં હતા ત્યારે એક પારધીએ ભગવાનને શિકારી છે તેવું સમજીને તીર ચલાવ્યું હતું. અને શ્રી કૃષ્ણ મૃત્યુ પામ્યા હતા. કહેવાય છે કે શ્રી કૃષ્ણનું મૃત્યુ તો હજારો વર્ષો પૂર્વે થઈ ગયું પરંતુ તેમનું હ્રદય આજે પણ પાવન ધરતી પર ધબકી રહ્યું છે. જ્યારે કૃષ્ણને બાણ વાગ્યું ત્યારે પારધી ભગવાન પાસે જઈ અને માફી માંગવા લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણ પારધીને કહે છે ત્રેતાયુગમાં લોકો મને રામ નામથી ઓળખતા હતા.
રામાયણમાં લખ્યું છે કે રામે સુગ્રીવના મોટા ભાઈ બલીની ગુપ્ત રીતે હત્યા કરી હતી. કહેવાય છે કે ભગવાનને તેના પાછલા જન્મની સજા મળી હતી. કહેવાય છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જ કળિયુગની શરૂઆત થઈ. અર્જુન દ્વારિકા પહોંચે છે તો તેઓ જુએ છે કે શ્રી કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે તેઓ કૃષ્ણનું આખું શરીર બાળી નાખે છે પરંતુ તેમનું હર્દય આગમાં સળગ્યું નહી.
સમગ્ર ઘટના બાદ દ્વારિકા નગરી પાણીમા ડૂબી ગઈ. ભગવાનનું હૃદય આજે પણ ધરતી પર ધબકી રહ્યું છે. પુરીના જગન્નાથ મંદિરમાં રહેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં ભગવાનનું હૃદય રાખવામાં આવ્યું છે. અહી ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિ પણ છે. હૃદય સામાન્ય મનુષ્યની જેમ ધબકે છે અને તે હજુ પણ જગન્નાથની મૂર્તિમાં છે જેને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે.
જગન્નાથજીની મૂર્તિ દર 12 વર્ષે બદલવામાં આવે છે. આમ કરતી વખતે પૂરી શહેરને બ્લેક આઉટ કરવામાં આવે છે એટલે આખા શહેરમાં ક્યાંય પણ લાઈટ હોતી નથી. મંદિરના પરિસરને સીઆરપીએફ ઘેરી લે છે. આ સમય દરમિયાન કોઈપણ મંદિરમાં જઈ શકતું નથી. મૂર્તિ બદલતી વખતે પૂજારીની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. જૂની મૂર્તિમાંથી એક પદાર્થ કાઢી નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે આ જ બ્રહ્મ પદાર્થ છે.
પૂજારીને બ્રહ્મ પદાર્થ કાઢતી વખતે હાથમોજા પણ પહેરવા પડે છે. પૂજારી જૂની મૂર્તિમાંથી તે પદાર્થને લઇ અને નવી મૂર્તિમાં મૂકે છે. હજારો વર્ષોથી ચાલી રહેલી પ્રક્રિયા કોઈએ ક્યારેય ખુલ્લી આંખે જોઈ નથી. આ પ્રક્રિયા પૂર્ણ કરનારા પૂજારીઓના મતે જીવતા સસલાની જેમ જ બ્રહ્મ પદાર્થ હાથમાં ઉચળતો હોય તેવું અનુભવાય છે. બ્રહ્મ એક એવો પદાર્થ હોવાનું માનવામાં આવે છે કે જો કોઈ તેને જોશે તો તે મરી જશે.
જગન્નાથના બીજા રહસ્યો: જગન્નાથપુરી મંદિર સમુદ્રકિનારે છે આ મંદિરમાં સિંહદ્વાર છે. કહેવાય છે કે જ્યાં સુધી તમે સિંહના દરવાજામાં પગ ના મૂકો ત્યાં સુધી તમને સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે. પરંતુ પગથિયાં અંદર જતાં જ અવાજ બંધ થઈ જાય છે. એ જ રીતે પાછા ફરતી વખતે પહેલું પગલું ભરતાં જ મોજાંના અવાજો ફરી સાંભળવા લાગે છે. આવું શા માટે થયા છે તે કોઈ જાણી શક્યું નથી.