પાવાગઢ મંદિરનો ડુંગર ચડતી સમયે રસ્તામાં જોવા મળે છે કઈક આવુ, જે ભાગ્યે જ કોઈ જાણતુ હશે
ભારતમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક મંદિરો સાથે કોઈ ને કોઈ માન્યતા જોડાયેલી છે. આ મંદિરોમાં દેવી દેવતાઓનું સુંદર મૂર્તિ બિરાજમાન છે. લોકો પૂરી શ્રદ્ધાથી અહી દેવી દેવતાઓની કરવા માટે આવે છે. આવું જ એક મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢમાં આવેલું માતા મહાકાળીનું મંદિર છે.
પાવાગઢમાં મહાકાળી માતા ડુંગર પર બિરાજે છે. માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. કેટલાક ભક્તો તો માતાના દર્શન કરવા માટે પગપાળા આવે છે. ઉપરાંત જે લોકો ચાલી શકતા નથી તેમના દર્શન માટે પાવાગઢમાં રોપવે ની પણ સુવિધા કરવામાં આવેલી છે. ભક્તો પૂરી શ્રદ્ધાથી માતાના દર્શન કરવા આવે છે.
દર્શને આવતા તમામ ભક્તોની મનોકામના માતા પૂરી કરે છે. પાવાગઢના ડુંગર પર માં મહાકાળીનું સ્થાનક તો છે જ પરંતુ આ ઉપરાંત પાવાગઢ ડુંગર પર સાત અલગ અલગ જિનાલયો પણ આવેલા છે. આ જિનાલયો માંથી એક જિનાલયને ખુબજ પવિત્ર માનવામા આવે છે. કહેવાય છે કે જે લોકો પાવાગઢ દર્શન કરવા માટે આવે છે તે આ જિનાલયની મુલાકાત આચૂકથી લે છે.
મહાકાળી માતાનું આ મંદિર શક્તિપીઠોમાંનું એક છે. પાવાગઢના આ ડુંગર પર ચારેબાજુથી પવન આવે છે જેના કારણે પ્રાચીન સમયમાં આ ધામ પવનગઢ તરીકે ઓળખાતું હતું. આ ડુંગર પર ચડતાની સાથે જ કુદરતી સુંદરતા જોવા મળે છે. લોકો દૂર દૂરથી આ મંદિર આવે છે અને અહીંના સૌંદર્યનો આનંદ અનુભવે છે.
પાવાગઢ મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. દંત કથા અનુસાર હજારો વર્ષ સુધી અહી વિશ્વામિત્રએ તપ કર્યું હતું. આ દરમિયાન તેમના તપથી માતાજી પ્રસન્ન થયા અને માતા સાક્ષાત અહી બિરાજમાન થયા. માતા મહાકાળી મંદિરે આવતા દરેક ભક્તોના દુખડા દૂર કરે છે અને તેમને મનોકામના પૂર્ણ કરે છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માતાના દર્શન કરવા માટે આવે છે.