આવતી કાલે રવિવારના દિવસે આ રાશીઓના ભાગ્યનો થશે ઉદય ,જાણો કઈ રાશિ વાળા પર થશે ખુશીઓનો વરસાદ

મેષ : આજે યાત્રા કરવાથી બચો. નવા આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવી શકે છે. આજે જો તમે તમારી ચીજવસ્તુનું ધ્યાન ના રાખો તો ચોરી અથવા ખોવાઈ જવાની સંભાવના છે. કામકાજના મામલાને પતાવવા માટે પોતાની હોશિયારી અને પ્રભાવનો ઉપયોગ કરો.

વૃષભ : તબિયતને લઈ પરેશાનીની સમસ્યા આવી શકે છે. પ્રાપ્ત થયેલું ધન તમારી આશા અનુસાર, નહીં મળે. આજે સમજી-વિચારીને પગલા ભરવા જોઈએ. દિલના બદલે દિમાગની નિર્ણય લેવા હિતકારી રહેશે. તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. ટીવી જોઈ આજે ટાઈમ પાસ કરવું વધારે સારૂ ઓપ્શન રહેશે

મિથુન : આજનો દિવસ તમારે માટે ઉર્જા ભર્યો રહેશે. જોકે, ધન તમારા હાથમાંથી સરળતાથી સરકી જશે. પરંતુ તમારા સારા સિતારા તંગી નહીં આવવા દે. મિત્રો અને પરિવાર તરફથી સારો સહયોગ મલશે. તમારા કારણે આજે ઓફિસમાં મોટુ નુકશાન થઈ શકે છે, જેથી શાંતીથી વિચારી કામ કરવું. સ્વાસ્થ્ય સાચવવું.

કર્ક : તમને કામના મોર્ચે પરેશાની આવી શકે છે, કેમ કે, તંદુરસ્તી સાથે નહીં આપે, જેથી જરૂરી કામ તમારે અધુરૂ છોડવું પડી શકે છે. જેથી ધૈર્ય અને હોશિયારીથી કામ લેવું. નવો આર્થિક કરાર કરવાથી ધન તમારા તરફ આવી શકે છે. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તણાવ વધી શકે છે. ઓફિસમાં તમારા કામ પર કોઈ અન્ય વ્યક્તિ નુકશાન પહોંચાડી શકે છે. જેથી આંખો અને કાન ખોલીને રાખો જેથી આસપાસની ગતિવિધિ પર ધ્યાન રહે.

સિંહ : આજે તમે માનસીક રીતે પરેશાન રહી શકો છો. આજે તમે સારા પૈસા કમાઈ શકશો, પરંતુ ખર્ચ વધવાથી બચત કરવાનું મુશ્કેલ થશે. તમારા બાળકો સાથે અથવા ઓછો અનુભવી લોકો સાથે ધૈર્યથી કામ લેવું. આજે કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદમાં પડવાથી દુર રહેવું.

કન્યા : વારંવાર કામમાં તમારી દખલગીરી તમારા ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યાં સુધી તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી કોઈ સલાહ ન આપવી. આજે શાંત રહો અને ઈમાનદાર રહો. મનોરંજન અને આનંદ માટેના સાધનો પર વધારે ખર્ચ ન કરવો. પોતાની પત્ની કે પ્રેમિકાની ગેર જરૂરી માંગ પુરી ન કરવી. પરોપકાર અને સામાજિક કાર્ય આજે તમને આકર્ષિત કરી શકે છે.

તુલા : તમારી બેજવાબદારી પૂર્ણ વ્યવહારના કારણે તમે તમારા પરિવારની ભાવનાને આહટ પહોંચાડી શકો છો. એટલે આજે કઈ પણ બોલતા પહેલા બે વખત વિચારો, કેમ કે તમારૂ બોલેલું તમારા વિરોધમાં જઈ શકે છે અને તમારા પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. તમારી મનોકામના પ્રાર્થનાથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. ગપ્પેબાજી અને અફવાહોથી દુર રહો. સફળતા માટે સ્વપ્ન જોવા ખરાબ વસ્તુ નથી, પરંતુ હંમેશા સપનામાં રહેવું મુકશાનકારક થઈ શકે છે.

વૃશ્ચિક : કામનો બોજો આજે તણાવ બની શકે છે. રોકાણ માટેનો નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવો. વિવાહ પ્રસ્તાવ માટે સારો સમય છે, કેમ કે, તમારો પ્રેમ જીવનભરના સાથમાં બદલાઈ શકે છે. પોતાની ખાસીયત અને યોજનાઓ પર ફરી વિચારવાનો સમય છે.

ધન : યોગ અને ધ્યાન તમને બેડોળ અથવા માનસીક રીતે તંદુરસ્ત રાખવા મદદગાર સાબિત થઈ શકે છે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ ખર્ચ વધારવાથી બચત કરવી મુશ્કેલ છે. તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને જીત અપાવવામાં સહયોગ આપશે. સ્વાસ્થ્ય અને તમારા જીવનસાથીમો મિજાજ તમારા દિવસને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

મકર : પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે વાસી કે તળેલી વસ્તુ ના ખાવી. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખો. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. સંભવ હોય તો ઠંડા દિમાગથી પતાવવાની કોશિશ કરવી. કાયદાકીય દખલ ફાયદાકારક નહી રહે. બસ એક-એક પગલું સમજી વિચારીને ભરવાથી સફળતા જરૂર મળશે.

કુંભ : આજના દિવસે આરામ કરવો જરૂરી સાબિત થશે, કેમ કે, તમે હાલના દિવસોમાં ભારે માનસીક દબાણમાંથી પસાર થઈ રહ્યા છો. તમારી ગેર યથાર્થવાદી યોજનાઓ તમારા ધનને ઓછુ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ તમારા વ્યવસાયિક જિંદગીમાં ખાસ અસર છોડશે.

મીન : મોજ મસ્તીની યાત્રાઓ અને સામાજિક પ્રસંગ તમને ખુશ રાખશે. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરો, અને માત્ર જરૂરી વસ્તુ જ ખરીદો. તમે કામકાજમાં વ્યસ્ત રહેશો, પરિવાર અને મિત્રો માટે સમય નહીં નીકાળી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *