સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે આ 7 રાશિઓ ને મળશે તરક્કી ના રસ્તા ,વેપાર-ધંધામાં થશે વૃદ્ધિ અને મળશે સુખ શાંતિ

મેષ : સપ્તાહ દરમ્યાન આપને સાનુકુળતા રહે. સપ્તાહરંભે જ આપને આકસ્મિક સરળતા આવી મળતા કામ કરવાનો ઉત્સાહ વધે. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થઇ શકે. મહત્ત્વના નિર્ણય લેવાનાહોય તો લઇ શકાય. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા વ્યસ્તતા જણાય. રાજકીય સરકારી કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી આનંદ જણાય. પુત્ર-પૌત્રાદિકતા પ્રશ્નમાં ચિંતા પરેશાની ઓછા થતાં જાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ ખર્ચ જણાય. તા. ૧૯ હર્ષ લાભ. ૨૦ કામકાજમાં સાનુકુળતા રહે. ૨૧ ઠીક. ૨૨ ખર્ચ-ખરીદી જણાય. ૨૩ મધ્યમ. ૨૪ મહત્ત્વના નિર્ણય લઇ શકો. ૨૫ મિલન મુલાકાત થાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાનનો સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીબંધુને સાનુકુળતા રહે.

વૃષભ : સપ્તાહના પ્રારંભથી જ કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહો. પ્રારંભે સાનુકુળતા જણાય. પરંતુ જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ આપને પ્રતિકૂળતા થતી જાય. આપના કાર્યમાં કોઈ ને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. રાજકીય સરકારી કામમાં, કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં કે આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. નોકરી ધંધામાં ખાતાકીય તપાસમાં અટવાઈ ફસાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. બેંકના વીમા કંપનીના શેરોની લે-વેચના કામમાં ધ્યાન રાખવું પડે. માનસિક પરિતાપ વ્યગ્રતાના લીધે નિર્ણય લેવામાં મુશ્કેલી જણાય. તા. ૧૯ મધ્યમ. ૨૦ કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહો. ૨૧ કામકાજમાં સાનુકુળતા જણાય. ૨૨ સારી. ૨૩ હૃદય-મન વ્યગ્રતા બેચેની અનુભવે. ૨૪ કામકાજમાં રૂકાવટ વિલંબ જણાય. ૨૫ નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે. સ્ત્રી વર્ગને તેમજ વિદ્યાર્થીવર્ગન સપ્તાહનો પ્રારંભ સારો રહે. અંતમાં મુશ્કેલી જણાય.

મિથુન : આ સપ્તાહ દરમ્યાન આપને ન ધારેલી સફળતા મળી રહે. સપ્તાહના પ્રારંભે જ ધર્મકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. સપ્તાહ દરમ્યાન આપના રૂકાવટ વિલંબમાં અટવાયેલા કામનો ધીરે ધીરે ઉકેલવતા જાવ. આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કાર્યમાં સાનુકુળતા જણાય. આપના કામની કદર પ્રશંસા થવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. ધંધામાં ભાઈભાંડુનો સંતાનનો સાથ સહકાર મળી રહેતા આનંદ અનુભવો. અવિવાહિતવર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે તેવું બને. તા. ૧૯ ધર્મકાર્યથી આનંદ રહે. ૨૦ પરદેશના કામમાં પ્રગતિ જણાય. ૨૧ કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહો. ૨૨ મધ્યમ. ૨૩ સારી. ૨૪ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ૨૫ કામકાજમાં સાનુકુળતા રહે. સ્ત્રીવર્ગને કાર્યસફળતાથી આનંદ-ઉત્સાહ રહે. વિદ્યાર્થીબંધુને ધાર્યા મુજબનું કામ થઇ શકે.

કર્ક : સપ્તાહના પ્રારંભે આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. તેમજ નાણાંકીય લેવડ દેવડમાં પણ ધ્યાન રાખવું પડે. સામાજિક વ્યવહારિક કામમાં પણ સાવધાની રાખવી. દોડધામ શ્રમ રહે. જો કે જેમ જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ તેની આપને ધીરે ધીરે રાહત થતી જાય. આપના કામમાં આવેલી રૂકાવટ દૂર થાય. નોકરી ધંધામા બદલી બઢતીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. પરદેશનું કામ ઉકેલાતું જાય. સપ્તાહના અંતમાં આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપની દોડધામ શ્રમ વધે પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. તા. ૧૯ તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે. ૨૦ નાણાંકીય કામમાં સાવધાની રાખવી. ૨૧ મધ્યમ. ૨૨ કામમાં સરળતા જણાય. ૨૩ દોડધામ-શ્રમ જણાય. ૨૪ કાંઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. ૨૫ સારી. સ્ત્રીવર્ગને કામમાં સાનુકુળતા રહે. વિદ્યાર્થી વર્ગે સપ્તાહરંભે ધ્યાન રાખવું પડે.

સિંહ : સપ્તાહ દરમ્યાન કામમાં સરળતા સાનુકૂળતા મળી રહે. આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામમાં ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે વ્યસ્ત રહો. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.કામમાં અન્યનો સાથ સહકાર પ્રાપ્ત કરી શકો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર રહે. આપના યશ-પદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. તા. ૧૯ મિલન-મુલાકાત થાય. ૨૦ મહત્ત્વના નિર્ણયલઇ શકો. ૨૧ ઠીક. ૨૨ તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૨૩ મધ્યમ. ૨૪ કામકાજમાં સાનુકુળતા જણાય. ૨૫ સારી. સ્ત્રીવર્ગને કાર્ય સફળતાથી આનંદ રહે. વિદ્યાર્થીવર્ગને જૂના મિત્ર સાથે મુલાકાતથી આનંદ થાય.

કન્યા : આપનું આ સપ્તાહ આરોહ અવરોહમાં પસાર થાય. ક્યારેક સમય સાનુકુળ લાગે તો ક્યારેક પ્રતિકૂળ લાગે. જો કે સપ્તાહ દરમ્યાન આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ રહેવાને લીધે વ્યગ્રતા બચેની અનુભવાય. સીઝનલ ધંધામાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે. સપ્તાહના અંતમાં આપે નાણાંકીય જવાબદારીમાં ધ્યાન રાખવું પડે. વધુ પડતી દોડધામ ચિંતા શ્રમ, કામના ભારણ તાણના લીધે સપ્તાહના અંતમાં તબિયત બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડે. તા. ૧૯ સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. ૨૦ કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહો. ૨૧ મિલન-મુલાકાત થાય. ૨૨ મહત્ત્વના નિર્ણય લઇ શકો. ૨૩ મધ્યમ. ૨૪ તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૨૫ નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. સ્ત્રી વર્ગને પતિ-સંતાનનો સાથ મળી રહે. વિદ્યાર્થીબંધુને મધ્યમ.

તુલા : આપને સપ્તાહ પસાર થતું જાય તેમ સાનુકુળતા થતી જાય. સપ્તાહના પ્રારંભથી જ આપ કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહો. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થાય. સીઝનલ ધંધામાં હરિફાઈ જણાય. રાજકીય સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં દોડધામ રહે. આક્સમિક ખર્ચ જણાય. સપ્તાહના અંતમાં આપને સાનુકુળતા જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. તા. ૧૯ હર્ષ લાભ. ૨૦ કામમાં સાનુકુળતા રહે. ૨૧ દોડધામ શ્રમ જણાય. ૨૨ ખર્ચ-ખરીદી થાય. ૨૩ મિલન મુલાકાતમાં સફળતા મળે. ૨૪ સારી. ૨૫ ધાર્યું કામકાજ થઇ શકે. સ્ત્રીવર્ગને કાર્યસફળતા જણાય. વિદ્યાર્થીવર્ગને મધ્યમ રહે.

વૃશ્ચિક : સપ્તાહ રંભે આપે નોકરી ધંધાના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ધીરજ અને શાંતિ રાખવા. માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવી જાય. ઘર-પરિવારની અને નોકરી ધંધાની ચિંતામાં અટવાયા કરો. જો કે સપ્તાહ પસાર થતું જાય તેમ આપને રાહત થાય. પરંતુ સપ્તાહના અંતમાં આપની દોડધામ વધે. અન્ય કર્મચારીવર્ગનું કામ આપનીપાસે આવવાથી આપના કાર્યબોજમાં વધારો થાય. આકસ્મિક ખર્ચના લીધે નાણાંભીડ અનુભવાય. તા. ૧૯ હૃદય-મન વ્યગ્રતા બેચેની અનુભવ્યા કરે. ૨૦ ધીરજ અને શાંતિ રાખવી. ૨૧ કામકાજમાં વ્યસ્ત રહો. ૨૨ સંતાનનો સાથ-સહકાર મળી રહે. ૨૩ દોડધામ-શ્રમમાં વધારો થાય. ૨૪ મધ્યમ. ૨૫ આકસ્મિક ખર્ચ ખરીદી જણાય. સ્ત્રીવર્ગને પતિ સંતાનની ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગે અભ્યાસમાં ધ્યાન આપવું પડે.

ધન : સપ્તાહ દરમ્યાન કામમાં વ્યસ્ત રહો. ધર્મકાર્ય થવાથી કોઈ અગત્યનું કામ થવાથી આપ પ્રસન્નતા અનુભવો. કાર્યમાં આવેલી રૂકાવટ મશ્કેલીને આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતના આધારે દૂર કરી કાર્યનો ઉકેલ લાવી શકો. આપના કાર્યમાં નોકર ચાકરવર્ગ ભાઈભાંડુવર્ગ પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. સંતાનનો સાથ મળતા આપ રાહત સાથે આનંદની લાગણી અનુભવો. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની દૂર થાય. સંતાનના કામ થાય. પરદેશના કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. તા. ૧૯ આનંદ-ઉત્સાહ રહે. ૨૦ કામમાંવ્યસ્ત રહો. ૨૧ ચિંતા-ઉચાટ જણાય. ૨૨ કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ૨૩ ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. ૨૪ પુત્ર પૌત્રાદિકના કામમાં સરળતા પ્રગતિ જણાય. ૨૫ સારી સ્ત્રીવર્ગને કામકાજમાં સરળતા રહે. ભાઈભાંડુ વર્ગ-સંતાનનો સાથ સહકાર મળીરહે. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકુળતા રહે.

મકર : સપ્તાહ પસાર થાય તેમ આપના કાર્યમાં રૂકાવટ વિલંબ અનુભવાય. સપ્તાહના પ્રારંભે કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય. દેશ-પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામ અંગે વ્યસ્ત રહો. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. પરંતુ સપ્તાહના અંતમાં આપને કોઈ ને કોઈ મુશ્કેલી-પરેશાની જણાય. આપના ધાર્યા પ્રમાણેનું જ કામ થઇ શકે નહીં. હૃદય-મન વ્યગ્રતા બેચેની અનુભવ્યા કરે. મિત્રવર્ગની મુશ્કેલી જણાય. તા. ૧૯ કુટુંબ પરિવાર સાથે આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. ૨૦ આપના કાર્યમાં વ્ય્ત રહો. ૨૧ દેશ-પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ૨૨ મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે. ૨૩ કામમાં ઉતાવળ કરવી નહીં. ૨૪ ચિંતા ઉચાટ રહ્યા કરો. ૨૫ ઠીક. સ્ત્રીવર્ગને માતૃપક્ષની ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

કુંભ : સપ્તાહ દરમ્યાન આપને કામકાજમાં સાનુકુળતા જણાય. આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક કામકાજ અંગે આપે વ્યસ્ત રહેવું પડે. ખર્ચ-ખરીદી જણાય. જો કે સપ્તાહરંભે માનસિક પરિતાપ જણાય તેમ છતાં આપના કાર્યમાં વ્યસ્ત રહો. સપ્તાહ પસાર થતું જાય તેમ આપને વધુને વધુ સાનુકુળતા થતી જાય. નોકરી-ધંધાર્થે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે તેવું બને. અવિવાહિતને વિવાહ લગ્નની વાતચીત આવે. તા. ૧૯ માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. ૨૦ આપના કાયમાં વ્યસ્ત રહો. ૨૧ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ૨૨ સારી. ૨૩ યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. ૨૪ કામકાજમાં સાનુકુળતા રહે. ૨૫ નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. સ્ત્રીવર્ગને કાર્યસફળતાથી આનંદ-ઉત્સાહ રહે. વિદ્યાર્થીવર્ગને સફળતા મળી રહે.

મીન : સપ્તાહના પ્રારંભમાં માનસિક પરિતાપ વ્યગ્રતા રહે. કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. પરંતુ સપ્તાહ જેમ પસાર થતું જાય તેમ ધીરે ધીરે આપને રાહત થતી જાય. રાજકીય સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં દોડધામ ખર્ચ અનુભવાય. જો કે ધીરે ધીરે આપને રાહત થતી જાય. આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. જાહેર ક્ષેત્રના કાર્યમાં, સંસ્થાકીય કાર્યમાં વ્યસ્ત રહેવાનું થાય. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહેતા આનંદ-ઉત્સાહ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. તા. ૧૯ ચિંતા ઉચાટ રહે. ૨૦ ખર્ચ-ખરીદી જણાય. ૨૧ માનસિક પરિતાપ છતાં કામમાં વ્યસ્ત રહો. ૨૨ મધ્યમ. ૨૨૩ સારી. ૨૪ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. ૨૫ મિલન-મુલાકાત થાય. સ્ત્રીવર્ગને પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક પરિતાપ વ્યગ્રતા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *