સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલ વિરેશ્વર મહાદેવનું ચમત્કારિક મંદિર, જેમનો ઇતિહાસ જાણી તમે પણ ધન્ય થઈ જશો…
નમસ્કાર મિત્રો,આજે આપણે એક એવા મંદિર વિશે જાણીશું જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે.સાબરકાંઠા જિલ્લાના ઇડરથી લગભગ 30 કિમીના અંતરે વિજયનગર તાલુકામાં એક ગામ આવેલું છે,ત્યાં વિરેશ્વર મહાદેવનું ચમત્કારિક મંદિર આવેલુ છે.જે વિક્રમ સંવત 1361 માં બાંધવામાં આવ્યું હતું.
મંદિરની બહાર બે ક્ષેત્રપાલની મૂર્તિઓ છે જે આ મંદિરની રક્ષા કરે છે.આ ઉપરાંત અહીં સાક્ષાત હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.ગુજરાતમાં જો કોઈ જગ્યાએ ભગવાન નરસિંહનું સ્વયંભુ મંદિર હોય તો તે પણ અહીં જ છે.આ મંદિરની બહાર થોડે દૂર જઈએ તો ત્યાં એક ઝાડ છે,ત્યાં તેના મૂળિયાં દેખાય છે તેને સુરક્ષિત કરવામાં આવ્યા છે,એવું કહેવાય છે કે એ ઝાડમાંથી પાણી સતત વહ્યા કરે છે.
આ પાણી ક્યારેય સુકાતું નથી.ગુજરાતમાં 1956 ના ભયંકર દુકાળમાં પણ આ પાણી સુકાયું ન હતું.નવાઈની વાત એ છે કે અહીં વહેતું પાણી એકદમ શુદ્ધ મિનરલ પાણી જેટલું ચોખ્ખું છે.બીજું કે પવિત શ્રાવણ માસ દરમિયાન શિવભકતો દૂર-દૂરથી વિરેશ્વર મહાદેવજીના મંદિરમાં દર્શન માટે આવતા હોવાથી ભકતોની ભીડ ઉમટી પડે છે.શ્રાવણ માસની પૂનમના દિવસે મેળો ભરાય છે.
ભક્તો આ મંદિરે દર્શને આવે ત્યારે મોટેભાગે વિજયનગર પોળો ફોરેસ્ટની પણ મજા માણે છે.મિત્રો,જો તમને આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકોને પણ જરૂર શેર કરજો.