સાળંગપુર હનુમાનજી મંદિરમાં 172 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર આવી ઘટના, જાણીને ચોંકી જશો
સાળંગપુર હનુમાનજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી લોકો અહી હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. હનુમાનજીના મંદિરમાં એક એવી ઘટના બની છે જે છેલ્લા 172 વર્ષમાં ક્યારેય બની નથી જેના વિશે અમે તમને જણાવીશું. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હનુમાનજી સોનાના સિંહાસન પર બિરાજમાન છે અને પોતાના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
સાળંગપુર હનુમાનજી મંદિરમાં લોકો શનિ દોષથી છુટકારો મેળવવા માટે આવે છે. કષ્ટભંજન હનુમાનજી આજે પણ લોકોને પરચા આપે છે. લોકો દૂર દૂરથી અહી દાદાના દર્શન કરવા માટે આવે છે. હનુમાનજીના આ મંદિરમાં જવાથી ખરાબ નજરથી છુટકારો મળે છે. સાળંગપુર ગામ નાનું એવું છે પરંતુ કષ્ટભંજન હનુમાનજીના ધામ તરીકે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.
વર્ષો પૂર્વે શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરનો પાયો શ્રી સ્વામિારાયણ સંપ્રદાય દ્વારા નાખવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. ભૂત પ્રેતથી છુટકારો મેળવવા માટે આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન માત્રથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. લોકો દૂર દૂરથી અહી નકારાત્મક શક્તિથી છુટકારો મેળવવા માટે આવે છે.
હનુમાન જયંતીના દિવસે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દાદાના દર્શનનો લાહ્વો લેવા માટે ઘણા બધા ભક્તો આવે છે. પરંતુ છેલ્લા 172 વર્ષમાં પ્રથમ વાર એવું બન્યું કે મંદિરમાં હનુમાન જયંતીના દિવસે કોઈપણ ભક્ત વગર આરતી કરવામાં આવી. કોરોના સંક્રમણને કારણે માત્ર સંતો દ્વારા જ આરતી કરવામાં આવી હતી. 172 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર આવી ઘટના બની છે.