સુરત ના આ 1000 કરોડના ગણપતિ, આ ગણપતિ ક્યાંથી આવ્યા તે સ્ટોરી જાણવા જેવી, જાણો હીરાના વેપારીની કહાની
દેશભરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લોકો આ તહેવારને પોતાની ઈચ્છા અને બજેટ પ્રમાણે ઉજવે છે. પરંતુ શું તમે ક્યારેય 600 કરોડ રૂપિયાની ગણપતિની મૂર્તિ વિશે સાંભળ્યું છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું. સુરતના હીરાના વેપારી પાસે દુનિયાના સૌથી મોંઘા ગણપતિ છે. હકીકતમાં 20 વર્ષ પહેલાં બેલ્જિયમમાં કાચા હીરા ખરીદતી વખતે તેમને ગણપતિ જેવા આકારનો આ હરો મળ્યો હતો.
ત્યારથી આ હીરાને ભગવાનની પ્રતિમા તરીકે રાખ્યો છે. આજે તે કાચા હીરાની કિંમત 600 કરોડ રૂપિયા છે. જ્યારે તેમણે આ હીરાને ખરીદ્યો ત્યારે તેને ખબર નહોતી પણ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાએ કહ્યું કે આ હીરાનો આકાર ભગવાન ગણેશજીની મૂર્તિ જેવો છે. ત્યારબાદ પરિવારના સભ્યોએ તે હીરાને ઘરે રાખવાનું નક્કી કર્યું.
જ્યારે ગણેશજીની પ્રતિમા સમાન આ હીરો ઘરે આવ્યો ત્યારથી પરિવારના દુઃખ દૂર થઇ ગયા અને ભગવાન પ્રત્યે તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો. સુરતના કનુભાઈ આસોદરિયાનું કહેવું છે કે હીરો બનવામાં વર્ષો લાગે છે. આવામાં આ હીરો માત્ર કિંમતી જ નહીં પરંતુ સદીઓ જૂનો પણ હોય છે. દુનિયામાં કોહિનૂર ડાયમંડની વાત થતી હોય છે.
કોહિનૂર ડાયમંડ 104 કેરેટનો છે. જે ખુબજ કીમતી છે. જ્યારે તેમની પાસે જે ગણેશજીની મૂર્તિ જેવો હીરો છે તે 184 કેરેટનો છે તેથી તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2019-20 માં તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 500 થી 600 કરોડ હોવાનો અંદાજ હતો. હાલ તેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. પરંતુ ભગવાનની મૂર્તિ સમાન આ હીરાની કિંમત આપણે અનન્ય છે.
પડોશીઓ પણ આવે છે દર્શન કરવા: માત્ર કનુભાઈ અને તેમનો પરિવાર જ નહીં પરંતુ હવે પડોશમાં રહેતા લોકો ઉપરાંત ધંધાકીય લોકો પણ એક વખત પ્રતિમાની મુલાકાત લેવા આવે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે કનુભાઈનો આખો પરિવાર આ હીરાથી બનેલા ગણેશની પૂજા કરે છે. લોકો આ પ્રતિમાને જોવા માટે આવે છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ News Upadates ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.