બંગાળની ખાડીમાં સિસ્ટમ વધુ બની મજબૂત , આજે આ વિસ્તારોમાં થશે ભારે થી અતિભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા બે મહિના દરમિયાન અનુમાન કરતા ઓછો વરસાદ થયા બાદ આજથી હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા સારા વરસાદની શક્યતા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયુ વરસાદી વાતાવરણ બન્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

દરમિયાન હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આગામી દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થશે. જેના કારણે વરસાદનું જોર વધશે. ગઈ કાલે 2 સેપ્ટેમ્બર રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી દિવસોમાં ક્રમશ વરસાદી માહોલ જામશે.

છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે. દરમિયાન આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. સાથોસાથ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજથી બે દિવસ સુધી સારા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આ અંગેના વેધર ચાર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેના પરથી હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે. આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદી માહોલ ના કારણે હાલ થોડાક દિવસો વાતાવરણ માં પલટો જોવા મળશે. દરેક વિસ્તાર માં આ માહોલ સર્જાઈ રહ્યો છે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌથી વધારે વરસાદ અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વડોદરા, ખેડા અને પંચમહાલ થશે. આ વિસ્તારોમાં લો પ્રેશરને કારણે એક ઇંચથી લઇને ત્રણ ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં સારો વરસાદ થશે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર 7 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નર્મદા, ભરૂચ, નવસારી, ગીર સોમનાથ અને રાજકોટમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જ્યારે 10 સપ્ટેમ્બરથી લઈને 13 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 10 સપ્ટેમ્બર પછી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *