ગુજરાતમાં મોડી રાતથી શરૂ થશે નવો વરસાદી સ્પેલ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મોડી રાત્રે વરસાદ અંગેની આગાહી કરી હતી. ત્યારે વરસાદે પોતાનુ તાંડવ બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાવાઝોડાની અસરથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર મૂકાયુ છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. તેથી રાજકોટમાં તંત્ર એલર્ટ મોડ પર મૂકાયુ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પાછળનું કારણ છે ગુલાબ વાાવાઝોડું. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે અને કચ્છના અખાતમાં વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ગુજરાતના દરિયા કિનારે નવું શાહિન વાવાઝોડું ઉદભવશે.

હવામાન વિભાગની આગામી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. સાથે જ રાજકોટ, જૂનાગઢ, આણંદમાં વરસાદની આગાહી છે. ઉપરાંત નર્મદા, સુરત,ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ તાપી અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ આજે ભારે વરસાદ પડશે. અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટોછવાયો વરસાદલ પડી શકે છે. હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબીમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે એટલેકે 1 ઓક્ટોબરના રોજ ભરૂચ, સુરત કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *