વરસાદ ગરબાની મજા કરશે ભંગ, જાણો કઈ તારીખે ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસુ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરત, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેશે. રવિવાર સુધી ગુજરાતમાં હજુ વરસાદ રહી શકે છે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સ્કાયમેટ ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર ભારતમાં ચોમાસાની વિદાય ચાલુ થઈ ચૂકી છે. જો કે આવનાર બે-ત્રણ દિવસમાં હવામાન વિભાગ પણ ચોમાસાની વિદાય માટેની ઓફિસિયલ તારીખ જાહેર કરશે. ચોમાસા વિદાય સમયે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવી રહ્યા છે. કેમ કે આવનારા દિવસોમાં અરબી સમુદ્રનું સામાન્ય નાનું લો-પ્રેશર વરસાદ આપી શકે છે.

અરબી સમુદ્રમાં ઉભું થયેલું એન્ટીસાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ થવાની આગાહી છે. આ સર્ક્યુલેશનના લીધે ગુજરાત ઘણાં ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે. આ સિવાય રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને દિલ્હીમાંથી પણ ચોમાસું વિદાય લેશે.

આગામી દિવસોમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થશે. જેમાં 10 અને 11મી તારીખ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

તા.15 સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તા.25 સુધીમાં ભારે ગરમી પડશે. તા.20-21 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. હવાના હળવા દબાણથી રાજ્યના ઉત્તર-પૂર્વીય કોઈ કોઈ ભાગોમાં, મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાં જેવા વરસાદની શક્યતા રહેશે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 95 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આંકડાઓ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 798.7 મીમી 31 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાંથી 426.21 મીમી 16 ઇંચ એકલા સપ્ટેમ્બરમાં નોંધાયો છે. સપ્ટેમ્બરમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ પાછળ સ્રોતની જવાબદારી રહેશે, આ વેબસાઇટ અથવા પેજની નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *