આ રાશિના જાતકોની કુંડળીમાં બની રહ્યા છે સૌભાગ્ય યોગ, આ લકી રાશિ તમે તો નથી ને ? જાણો રાશિ ભવિષ્ય

મેષ : તમારા જીવનસાથીનો પ્રેમ તમારો દિવસ સુધારી દેશે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણમાં તમને નફો મળી શકે છે. ઘરના ઘણા સમયથી અટવાયેલા કામમાં હજુ થોડો સમય લાગી શકે છે, પરંતુ હકારાત્મક દ્રષ્ટિકોણ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ અપાવશે. જો તમે ન ગમતા લોકોને પણ દુઆ- સલામની આદત રાખશો તો તમારી પ્રગતિ કોઈ નહીં રોકી શકે. નવા વિચારો અને આઈડિયાની ચકાસણી કરીને લાગુ કરવાનો આ યોગ્ય સમય રહેશે.

વૃષભ : મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવી શકે છે, જે તમારા વિચારો પર પ્રભાવ ઉભો કરશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. જૂના લોકોને મળવાથી જૂના સંબંધો તાજા થશે. નવી યોજનાઓ ઈચ્છા પ્રમાણે પરિણામ નહીં આપી શકે. આજે તમને ઘણા નવા નિમંત્રણ મળશે અને આકસ્મિક ભેટ પણ મળી શકે છે. તમારી પાસે કરવા માટે કંઈ ન હોય તો મિત્રો સાથે સમય પસાર કરી શકો છો.

મિથુન : સ્વાસ્થય સારું રહેશે. દિવસ બહુ લાભદાયક રહેશે નહીં. પોતાના ખિસ્સાં પર નજર રાખી વધારે ખર્ચ ન કરો. તમારા પરિવારજનો તમારા પ્રયત્નો અને સમર્પણને શાબાશી આપશે. પ્રેમના દ્રષ્ટિકોણથી આપનો દિવસ સારો રહેશે. તમે તમારી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો ચોરી થવાની શક્યતા છે. દાંપત્ય જીવનને સુખમય બનાવવાના પ્રયત્નો રંગ લાવશે. સકારાત્મક પુસ્તકો વાંચી જીવનને હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ વાળો.

કર્ક : બીજાની ઈચ્છાઓ તમારી પોતાની ઈચ્છા સાથે ટકરાશે. પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાની કોશિશ કર્યાં વગર જે ગમે તે કરો જેથી તમને શાંતિ મળશે. આજે તમને અચાનક કોઈ જગ્યાએથી લાભ મળી શકે છે. તમારી પરિવારના સભ્યોને કાબૂમાં રાખવાની અને તેમની ન સાંભળવાની પ્રકૃતિના કારણે વાદવિવાદ ઉભા થઈ શકે છે અને તમારે ટીકાના ભોગ બનવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે આજે પ્રગતિ કરી શકો છો. થોડા પ્રયત્નો સાથે તમે જીવનસાથી સાથે આજનો દિવસ યાદગાર બનાવી શકો છો. ટીવી જોવું અને ગમતા લોકો સાથે ગપ્પાં મારવા તેનાથી વધું સારું શું હોઈ શકે?

સિંહ : તમને ઘણા સમયથી ચાલી રહેલી બીમારીથી છૂટકારો મળી શકે છે. તમે બીજા લોકો પર વધુ ખર્ચ કરી શકો છો. પોતાના વિચારોને બીજા પર થોપવાનું છોડી દો. વિવાદથી બચવા માટે બીજાની વાતને સાંભળવાનું શરૂ કરી દો. તમે પોતાના કામ પર ધ્યાન વધુ આપશો તો તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પોતાની ઊર્જા અને સમય બીજાની મદદ કરવામાં વાપરો. તમે એવા મામલાઓથી દૂર રહો, જેમાં તમારે કોઈ લેવા દેવા ન હોય. આજે તમારો જીવનસાથી તમારા સ્વાસ્થય પ્રત્યે અસંવેદનશીલ હોઈ શકે છે. પોતાની યોજનાઓને વ્યવહારિક રૂપ આપો અને દિવસે સપનાં જોવાનું બંધ કરો.

કન્યા : પોતાના ખોરાક પર નિયંત્રણ રાખો અને તંદુરસ્ત રહેવા નિયમિત કસરત કરો. તમને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારા પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થશે. આજે તમે અને તમારો જીવનસાથી પ્રેમની નાવમાં ડૂબકી લગાવશો અને ગળાડૂબ પ્રેમ તમારા જીવનને રોમાંચિત કરી શકે છે. કામકાજના ક્ષેત્રમાં તમને સહયોગ મળશે, સ્નેહીજનોનો સાથ તમારો દિવસ સુધારી શકે છે.

તુલા : આજે તમે પોતાનું જીવન હકારાત્મક જીવવાનો પ્રયત્ન કરશો. બીજાને આકર્ષિત કરવા માટે વધારાનો ખર્ચ ન કરવો. તમારું જડ વલણ ઘરના લોકોની લાગણી દુભાવી શકે છે અને સાથે નજીકના મિત્રોને પણ દુઃખ પહોંચી શકે છે. તમે પોતાનો એકરાર કરવામાં મુશ્કેલી અનુભવશો. પેન્ડિંગ પડેલા કામો કરવાની યોજના બનાવશો. તમારા જીવનસાથી સાથે મતભેદમાં ન ઉતરી ચૂપ રહેવાનું પસંદ કરજો. આ અઠવાડિયામાં તમે ઘણા નવા કામ હાથ પર લેશો.

વૃશ્ચિક : શેખચિલ્લીના સપના ન જુઓ. સપના સાર્થક કરવા માટે એનર્જી બચાવીને રાખો. ખર્ચમાં વધારો થશે, પણ આવકમાં વધારો થતાં સમતુલન જળવાઈ જશે. પોતાના મહેમાનો સાથે ખરાબ વર્તન ન કરવું. તમારો આવો વ્યવહાર સંબંધો બગાડી શકે છે. જો કે ઉદાસ ન થવું, કેમ કે નિષ્ફળતા જીવનમાં કંઈક ને કંઈક શીખવી જાય છે અને એ જ હકારાત્મક જીવનની નિશાની છે. સહકર્મીઓના સહયોગથી તમારું ઑફિસનું કામ ઝડપથી થવા લાગશે. તમને એવી જગ્યાએથી ઑફર આવવાની શક્યતા છે, જ્યાંથી તમે કલ્પના કરી ન હોય. એકલતાને તમારા પર હાવી ન થવા દો.

ધન : તમે પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી ન રાખો અને ખાસ કરીને બ્લડપ્રેશરના દર્દીઓએ જાળવવું. ઘરની સુખ સુવિધા પર વધુ ખર્ચ ન કરશો. તમારા માતા પિતાની તબિયત પણ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. દિવસને ખાસ બનાવવા માટે નાની નાની ભેટ લોકોને આપવાનું પસંદ કરો. મુશ્કેલીઓથી બચવા માટે તમે તમારા કોન્ટેક્ટમાં રહેતા લોકોની મદદ લઈ શકો છો. તમે ખુલ્લા દિલથી વાતચીત કરવાનું રાખો અને બનાવટી વર્તન ન રાખો. તમને આજે જીવનસાથીનું ઉગ્ર રૂપ જોવા મળી શકે છે. સકારાત્મક રહેવા માટે સારા પુસ્તકો વાંચવાનું રાખો.

મકર : સળંગ કામમાં તમારી દખલઅંદાજી તમારા ભાઈની ખીજનું કારણ બની શકે છે. જ્યાં સુધી તમારી પાસે કોઈ સલાહ ન માંગે તે પહેલા સલાહ આપવી નહીં. તમારા ખર્ચા તમારૂ બજેટ વધારી શકે છે, જેના કારણે અનેક યોજના વચમાં અટકી શકે છે. પ્રેમ જીવનમાં આશાનું નવું કિરણ આવશે. પૈસા બનાવવા નવા વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. ગપ્પાબાજી અને અફવાહથી દુર રહો.

કુંભ : માત્ર તમે જાણો છો તમારા માટે સારૂ શું છે, જેથી મજબુત અને સ્પષ્ટવાદી બનો, અને નિર્ણય તુરંત લો અને તેના પરિણામનો સામનો કરવા પણ તૈયાર રહો. મનોરંજન પર જરૂરત કરતા વધારે ખર્ચ કરવાથી બચો. પારિવારિક સમસ્યાને પ્રથમિકતા આપો. કોઈ નવી પરિયોજના પર કામ કરતા પહેલા સારી રીતે વિચાર કરો.

મીન : તબીયત સાથે જોડાયેલી સમસ્યા તણાવનું કારણ બની શકે. આર્થિક રીતે સારૂ રહેતા જરૂરી વસ્તુઓ ખરીદવાનું સરળ થશે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેક-ક્યારેક થાય છે, તેમની સાથે સંપર્ક કરવા માટેનો સારો દિવસ છે. વકીલ પાસે કાનુની સલાહ લેવા માટેનો સારો દિવસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *