આ 5 રાશિવાળા ના ઘરે પડશે માં દુર્ગાના શુભ ચરણ, આ રાશીઓની મોઢે માંગેલી દરેક ઇચ્છઓ થશે પુરી ,જાણો તમારી રાશિ

મેષ : જેમ ખાવામાં થોડી તીખાસ જરૂરી છે, તેમ જીવનમાં દુખ પણ જરૂરી છે. આજે માત્ર બેસી રહેવાને બદલે કઈ એવું કરો, જે તમારી કમાણીમાં વૃદ્ધિ કરે. આજનો દિવસ તમારા માટે ખાસ છે, તમે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં સ્નેહનો માહોલ રહેશે. પરિવાર સાથે સ્નેહભર્યો દિવસ રહેશે.

વૃષભ : અસુવિધા તમારી માનસિંક શાંતી ભંગ કરી શકે છે. આજનો દિવસ વધારે લાભદાયી નથી – જેથી પોતાના ખીસ્સા પર નજર રાખી ખર્ચ કરવું. રોમાન્સ માટે સારો દિવસ છે. ઓફિસમાં કોઈ ગમતું કામ મળી શકે છે. બીજા લોકોને પોતાની ખુશીની વાત જણાવવામાં ઉતાવળા ના બનો, કોઈ ફાયદો ઉઠાવી શકે છે.

મિથુન : વિવિધ બીમારીથી પીડિત વ્યક્તિએ આજે સાવધાની રાખવી, કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવાની કોશિસ કરવી જોઈએ. તમારા ખર્ચામાં વૃદ્ધિ થશે, જે તમારી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારા પર નકારાત્મકતા સવાર રહેશે, જેથી કોઈ નિર્ણયલેતા મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મકાંડ-ધર્મકાર્યનો માહોલ રહેશે. કાર્યક્ષેત્રમાં આળસ અને થાકનો અનુભવ થઈ શકે છે.

કર્ક : સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, નહીં તો તબીયત બગડી શકે છે. ભાગીદારીવાળા વ્યવસાયમાં ચાલાકીભરી આર્થિક યોજનામાં રોકાણ કરવાથી બચવું. આજે તમે તમારી જવાબદારી પ્રત્યે બેદરકાર રહેશો તો પરિવાર નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર આજે તમારા દુશ્મનો પણ તમારા મિત્ર બની જશે, તમારા એક નાના કામના કારણે. ઉતાવળમાં કોઈ નિર્ણયો ન કરવા, નહીં તો જિંદગીમાં પછતાવવાનો વારો આવી શકે છે.

સિંહ : આજના મનોરંજનમાં ખેલ-કૂદને સામેલ કરવાથી આનંદ પ્રાપ્ત થાય. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરંતુ પૈસા પાણીની જેમ વહી જતી યોજનાથી રૂકાવટો પેદા થશે. વિવાદ અને મતભેદના કારણે કેટલોક તણાવ સહન કરવો પડી શકે છે. આજનો દિવસ એવો નહીં રહે જેવો તમે ઈચ્છતા હતા.

કન્યા : એક આધ્યાત્મિક વ્યક્તિ આશિર્વાદનો વરસાદ કરશે, જેથી મનને શાંતી મલશે. જો તમે આવક વૃદ્ધિનો સ્ત્રોત શોધી રહ્યા હોવ તો, સુરક્ષિત આર્થિક પરિયોજનામાં રોકાણ કરવું. મોબાઈલ ફોનના વધારે ઉપયોગથી દુર રહેવું, જે તણાવનું કારણ બની શકે છે. વાહન ચલાવવામાં સાવધાવી રાખવી. વૈવાહિક જીવનમાં કેટલીક ખરાબ ક્ષણ જોવા મળી શકે છે.

તુલા : બીમારી તમારી ઉદાસીનું કારણ બની શકે છે. દરેક રોકાણને સાવધાની પૂર્વક અંજામ આપો, જરૂરી સલાહ સુચન લીધા બાદ રોકાણ કરવું. કામના દબાણને લઈ માનસીક પરેશાન રહી શકો છો. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સમયે આંખ-કાન ખુલ્લા રાખવા કોઈ સારો વિચાર હાથ લાગી શકે છે. તમારા આત્મવિશ્વાસનો આજે ફાયદો ઉઠાવો.

વૃશ્ચિક : જો તમે વિશેષજ્ઞની સલાહ વગર રોકાણ કરશો તો નુકશાન થવાની સંભાવના છે. પરિવાર સાથે રોમેન્ટીક દિવસ રહેશે. પૈસા બનાવવાના તે વિચારોનો ઉપયોગ કરો, જે આજે તમારા મનમાં આવે. શિક્ષા સાથે જોડાયેલા કામ તમારી જાગરૂપતામાં વૃદ્ધિ કરશે.

ધન : મિત્રો તમને આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મિલન કરાવી શકે છે, જેનો તમારા જીવન પર સારો પ્રભાવ પડી શકે છે. આર્થિક મામલામાં સાવધાની રાખવી. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપવો. આજે તમારે ઓફિસમાં એવું કામ કરવું પડી શકે છે, જે કામથી તમે લાંબા સમયથી બચવા માંગો છો.

મકર : કોઈ મિત્રની જ્યોતિષ સલાહ તમારી તબીયત પર ઉપયોગી રહેશે. ખોટા ખર્ચાને લઈ માનસીક શાંતી ભંગ થઈ શકે છે. તમારો પરિવાર તમારી કોશિશના વખાણ કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સાથ-સહકાર મળી રહેશે. રસ્તા પર ગાડી ચલાવવામાં સાવધાની રાખવી.

કુંભ : કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અણબનના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈની જરૂરિયાત જાણતા હોવા છતા, ખર્ચ કરવાથી બચવું. જિંદગીની ભાગદોડમાં પોતાની જાતને ખુશનશીબ માની શકો છો, કારણ કે, તમારા જીવનસાથીનો સપોર્ટ સારો મલશે. જો તમે કાર્યક્ષેત્રમાં તણાવ લેશો તો, તમારા સિવાય અન્ય કોઈને નુકશાીન નહી થાય, જેથી મન-મગજ પર કાબુ રાખવો. સામાન ખોવાઈ જવાની સંભાવના છે, સાવધાન રહેવું.

મીન : બીજા લોકો સાથે ખુશી વહેંચવાથી મન હળવું રહેશે. મનોરંજન અને સૌન્દર્યતા પાચળ ખર્ચ ન કરવો. આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે. એવા કામ હાથમાં લોક જે રચનાત્મક પ્રકૃતિના હોય. આજે પોતાનો સમય અને ઉર્જા બીજા લોકોની મદદ માટે લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *