આવનારા દિવસોમાં બનવા જઈ રહ્યો છે સૌથી મોટો રાજયોગ ,આ રાશિના જાતકો પર રહશે શનિની ટેઢી નજર
મેષ : અચાનક યાત્રા તાક આપી શકે છે અને બેચેનીનું કારણ બની શકે છે. તમે આજે રોમાંચક મૂડમાં રહેશો, જે તમને આર્થિક ફાયદો પહોંચાડશે. મિત્રો મદદગાર સાબિત થશે. વ્યક્તિગત માર્ગદર્શન તમારા સંબંધમાં સુધાર લાવશે. તમારી ઈમાનદારી અને ઉમદા કામ કરવાની ક્ષમતા તમને શોહરત અપાવશે. કાર્યસ્થળ પર કામ પર ધ્ચાન આપવું, આજે આંકડા સમજવામાં મુશ્કેલી પડી શકે છે.
વૃષભ : માનસીક તમાવ તમારી શારીરિક સમસ્યા સામે લડવાની ક્ષમતાને ખરાબ કરી શકે છે. જેથી નકારાત્મક વિચારોને દુર રાખવા. અચાનક આવેલા ખર્ચા તમારા પર આર્થિક બોઝો વધારી શકે છે. આજે રોજના કામમાં થોડો સમય કાઢી મિત્રોને સમય આપવો. કોઈ અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્ક બનાવવા માટે સારો સમય છે. વાહન ચલાવવામાં સાવદાની રાખવી. તમારા હાથે જ વૈવાહિક જીવનમાં કોઈ ગડબડી થઈ શકે છે. વાદ વિવાદથી દુર રહી જબાન પર લગામ રાખવી.
મિથુન : બેકારની ચર્ચામાં ઉતરી તમારી ઉર્જા બરબાદ ન કરવી. વાદ-વિવાદથી કઈ નથી મળતું, માત્ર સમય બગડે છે. આજે આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે, પરંતુ સામે જાવક તમારી યોજના માટે રૂકાવટ પેદા કરી શકે છે. કોઈ નવી યોજના શરૂ કરતા પહેલા માતા-પિતાની સલાહ લેવી. કાર્યસ્થળ પર જવાબદારીનો બોઝો વધી શકે છે. મુસાફરી માટે સારો સમય નથી. જીવનસાથી સાથે મધુર સબંધ બનાવવાની કોશિશ કરવી, ડિનરનો પ્લાન બનાવી શકો છો.
કર્ક : તમારો ગુસ્સો રાઈનો પહાડ બનાવી શકે છે, જે તમારા પરિવારને નારાજ કરી શકે છે. રોકાણ કરવાના મહત્વના નિર્ણય કોઈ અન્ય દિવસ પર છોડી દેવા. વિવાદીત મુદ્દા ઉઠાવવાથી બચવું. કોઈ મહત્વના પ્રોજેક્ટનું કામ આજે ટળી શકે છે. કોઈ વિવાદમાં ઉતરોતો તિખી ટીપ્પણી કરતા બચવું. તમારા અને જીવનસાથી વચ્ચેના સંબંધને ખરાબ કરવાનું કામ કોઈ બહારનું વ્યક્તિ કરી શકે છે.
સિંહ : માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવાની કોશિશ કરો. જો તમે રચનાત્મક પ્રતિભાને સારી રીતે ઉપયોગ કરશો તો ફાયદો થશે. મિત્રો સાથ સારો મલશે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વિવાદમાં તીખી ટીપ્પણી ન કરવી. જીવનસાથી સાથે વધારે વિવાદમાં ન ઉતરવું.
કન્યા : તબીયત માટે કાર્યક્રમ બનાવવા માટે સારો દિવસ છે. મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. ઘરેલુ તણાવ તમારી કામ કરવાની ક્ષમતાને ખરાબ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. લગ્નજીવન માટે આજે ખાસ દિવસ છે. જેનો ફાયદો ઉઠાવવો, સંબંધ વધારે ગાઢ બનશે.
તુલા : મિત્રો અને પરિવારને તામીરી જિંદગી સારી લાગતી હશે, પરંતુ તમે અંદરથી કોઈ વાતને લઈ ઉદાસ રહેશો. આજે રોકાણના કેટલાક અવસર આવશે, જેના પર વિચાર કરવો, પરંતુ સમજી વિચારીને ધન લગાવવું ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા પક્ષમાં રહે છે. કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. જીવનસાથી સાથે આજે વાદ-વિવાદ બાદ તમારૂ માનસીક સંતુલન બગડી શકે છે, મન શાંત રાખવું.
વૃશ્ચિક : આજે આત્મવિશ્વાસનું સ્તર ઊંચુ રહેશે. ઉધાર માંગનારાને નજર અંદાજ કરવા. આજે કોઈ સારા સમાચાર પરિવારમાં ખુશીનો માહોલ લાવી શકે છે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં પ્રગતી મલશે. કોઈ નજીકના લોકો સાથે મતભેદ થતા તણાવ રહી શખે છે. જીવનસાથી સાથેના પ્રેમને વખાણવા માટે આજે સારો દિવસ છે. વ્યાપારીઓને ફાયદો થઈ શકે છે.
ધન : ઉંમર લાયક લોકોએ પોતાની તબીયત પર વધારે ધ્યાન આપવું. આજે તમારો સામનો કેટલીક આર્થિક યોજનાઓ સાથે થઈ શકે છએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સારી અને નબળી બંને વસ્તુ જોઈ કામ લેવું. મુસબીતમાં પરિવાર પાસે સલાહ લેવાથી ફાયદો થશે, અને આત્મવિશ્વાસ વધશે. તમારા મનમોજી વર્તન પર કાબુ રાખવો, દોસ્તી ખરાબ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનો બોજો વધી શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મકર : ઈજાથી બચવું, સાવધાની રાખવી. કમર દર્દની મુશ્કેલી સર્જાઈ શકે છે. ટુંકાગાળાના રોકાણથી બચવું. મિત્રો સાથે બહાર જઈ ખુશીની પળ વિતાવવી. ઘરમાં ઉલ્લાસનો માહોલ તણાવ દુર કરશે. વ્યાપાર માટે યાત્રા ફાયદાકારક રહેશે. ટેક્સ અને વીમાના વિષય પર ધ્યાન આપવું. વૈવાહિક જીવન માટે સારો દિવસ રહેશે. કાર્યસ્થળ પર મોબાઈલનો દુરઉપયોગ કરશો તો પકડાઈ જશો, કામ પર ધ્યાન આપવું.
કુંભ : સામાજિક મેળાવડા કરતા તબીયત પર વધારે ધ્યાન આપવું. એન્ટીક વસ્તુ અથવા ઝવેરાતમાં રોકામ ફાયદાકારક રહેશે, જે સમૃદ્ધિ લાવશે. તમારી વાતો પર કાબુ રાખો, વડીલો નારાજ તઈ શકે છે. આજે તમારો છૂપો વિરોધી તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરી શકે છે, જેથી સાવદાન રહેવું. તમારી કોઈ સલાહ માંગે તો અવશ્ય આપવી તમારા વખાણ થશે. વૈવાહિક જીવન માટે વિશેષ દિવસ છે, જીવનસાથીને જણાવો તમે તેને કેટલો પ્રેમ કરો છો. કાર્યસ્થળ પર દિવસ સાનુકુળ રહેશે.
મીન : ખીજાવું અને ગુસ્સો કરવો તમારી તબીયત બગાડી શકે છે. જુની વાયો યાદ કરી તેમાં ફસાઈ રહેવું નહીં. આજે તમે રિયલ એસ્ટેટ, જમીન વગેરે યોજના પર ધ્યાન કેન્દ્રીત કરશો તો ફાયદો થશે. તમારો આજનો મોટાભાગોન સમય પરિવાર અને મિત્રો સાથે વિતશે. આજે કઠિન પરિશ્રમ ફળદાયી સાબિત થશે, યાત્રા કરવાનું ફાયદાકારક સાબિત થશે. જીવનસાથી પર આજે વધારે પ્રેમ આવી શકે છે.